હવે દિલ ખોલીને આપો રામ મંદિર નિર્માણ માટે દાન, મોદી સરકાર આપશે ટેક્સમાં છૂટ

5 ઓગસ્ટનો દિવસ ભારત માટે ઐતિહાસિક સાબિત થઈ રહ્યો છે. આજે જ રામ મંદિર ભૂમિ પૂજન થયું અને તમે હવે આ પાવન કામ માટે તમારો સહયોગ પણ આપી શકો છો. હવે તમે જરાય ખચકાયા વગર શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં દાન કરી શકો છો. અને સારી વાત એ છે કે મોદી સરકારે પોતે તમને આ દાન માટે ટેક્સમાં છૂટ આપશે. 
હવે દિલ ખોલીને આપો રામ મંદિર નિર્માણ માટે દાન, મોદી સરકાર આપશે ટેક્સમાં છૂટ

નવી દિલ્હી: 5 ઓગસ્ટનો દિવસ ભારત માટે ઐતિહાસિક સાબિત થઈ રહ્યો છે. આજે જ રામ મંદિર ભૂમિ પૂજન થયું અને તમે હવે આ પાવન કામ માટે તમારો સહયોગ પણ આપી શકો છો. હવે તમે જરાય ખચકાયા વગર શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં દાન કરી શકો છો. અને સારી વાત એ છે કે મોદી સરકારે પોતે તમને આ દાન માટે ટેક્સમાં છૂટ આપશે. 

સેક્શન 80G હેઠળ મળશે છૂટ
કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી જાહેર થયેલા નિયમો મુજબ મંદિર ટ્રસ્ટ માટે અપાયેલી દાનની રકમમાં ટેક્સ છૂટ (Tax Rebate) ની જોગવાઈ હોય છે. થોડા સમય પહેલા જ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. મંદિર નિર્માણ માટે તમામ પ્રકારના દાન આ ટ્રસ્ટના માધ્યમથી લેવામાં આવી રહ્યાં છે. 

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21માં મંદિર નિર્માણ માટે અપાનારા દાનને ટેક્સ છૂટમાં સામેલ કર્યું છે. નાણા મંત્રાલય તરફથી આ છૂટ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80G હેઠળ અપાશે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news