મુકેશ અંબાણીથી ઘણા પાછળ છે પાકિસ્તાનના 'અંબાણી' મિયાં મોહમ્મદ મંશા

Miyan Mohammad Mansha: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $84.7 બિલિયનની નેટવર્થ ધરાવે છે. બીજી તરફ, મિયાં મોહમ્મદ મંશા $5 બિલિયનની નેટવર્થ સાથે આ રેસમાં ઘણા પાછળ છે.

મુકેશ અંબાણીથી ઘણા પાછળ છે પાકિસ્તાનના 'અંબાણી' મિયાં મોહમ્મદ મંશા

Mukesh Ambani: છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, નિષ્ણાંતોના મતે 1971 પછી પાકિસ્તાન માટે આ સૌથી ખરાબ સમય છે. ત્યાંના લોકો ખાદ્ય પદાર્થો પર નિર્ભર છે. આ દરમિયાન પાકિસ્તાનના અંબાણી તરીકે જાણીતા મિયાં મોહમ્મદ મંશાનું એક નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં તેઓ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીને ભારતના શરણે જવાની સલાહ આપી રહ્યા છે.

કોણ છે મિયાં મોહમ્મદ મંશા?
મિયાં મોહમ્મદ મંશાનો જન્મ વર્ષ 1947માં ફૈસલાબાદમાં થયો હતો, તેમણે હેન્ડન કોલેજ લંડનમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. મંશાના પિતા પાસે કપાસની મિલ હતી, જેને તેઓ નવા સ્તરે લઈ જવામાં સફળ રહ્યા. આજે તે મિલ નિશત ટેક્સટાઈલ મિલ્સ તરીકે ઓળખાય છે. મંશાનો વ્યવસાય બેંકિંગ, કાપડ, વીમા, સિમેન્ટ અને પાવરમાં ફેલાયેલો છે. વર્ષ 2005માં તેઓ પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા.

તે જ સમયે, વર્ષ 2010માં, તેમને ફોર્બ્સની અબજોપતિઓની સૂચિમાં પણ સ્થાન મળ્યું, ફોર્બ્સમાં મિયાં મોહમ્મદ મંશાનો નંબર 937મો હતો. મનશાએ 2008માં મલેશિયાની Maybank બેંક સાથે MCB Bankની શરૂઆત કરી હતી. વર્ષ 2022માં પણ મંશા 5 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે મિયાં મોહમ્મદ મંશા પાકિસ્તાનની સૌથી ધનિક વ્યક્તિ રહ્યા હતા. આ જ કારણ છે કે તેમને પાકિસ્તાનના 'અંબાણી' પણ કહેવામાં આવે છે.

મંશા 2012માં ટોક ઓફ ધ ટાઉન હતા
વર્ષ 2012માં મિયાં મોહમ્મદ મંશાએ ભારતમાં તેમની બેંકની ત્રણ શાખાઓ ખોલવા માટે અરજી કરી હતી. તે દિલ્હી, મુંબઈ અને અમૃતસરમાં શાખાઓ ખોલવા માંગતો હતો. તે દરમિયાન મંશાએ એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનની અન્ય બેંકો પણ ભારતમાં બિઝનેસ શરૂ કરવા માંગે છે, પરંતુ ભારતમાં શાખા ખોલવાની મંશાની યોજના આગળ વધી શકી નહીં.

પાકિસ્તાનના અંબાણી સંપત્તિના મામલામાં મુકેશ અંબાણી કરતા ઘણા પાછળ છે. વિશ્વના 500 અમીરોની યાદીમાં એક પણ પાકિસ્તાની સામેલ નથી, જ્યારે ભારતના 20 અમીરો આ યાદીમાં છે. બીજી તરફ, જો સંપત્તિના સંદર્ભમાં જોવામાં આવે તો, ભારતના સૌથી ધનિક વ્યક્તિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $120 બિલિયન છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $84.7 બિલિયન છે. $5 બિલિયનની નેટવર્થ સાથે મંશા આ રેસમાં ઘણા પાછળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news