પેટ્રોલ-ડીઝલની કિંમત પર ઘટશે દબાણ, ક્રૂડ ઓઇલની તેલની તેજી પર લગાવશે બ્રેક

ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ (ઓપેક) દ્વારા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની સંભાવનાઓ વચ્ચે ઓઇલના ભાવમાં આવેલી તેજી પર બ્રેક લાગી ગઇ છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઇલમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો, જેની અસર ઘરેલૂ બજાર પર જોવા મળી અને એમસીએક્સ પર ક્રૂડ ઓઇલના ભાવ દોઢ ટકા સુધી ઘટી જશે. અમેરિકા દ્વારા ઇરાન ઇરાનથી ઓઇલ ખરીદદારોને આપવામાં આવેલી છૂટ બંધ કરવાની જાહેરાત બાદ ઓઇલના ભાવમાં જોરદાર તેજી આવી અને બ્રેંટ ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરથી ઉપર જતા રહ્યા. જોકે ઓપેક દ્વારા ઓઇલનું ઉત્પાદન વધારવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. બજારના જાણકાર જણાવે છે કે ઇરાન પર પ્રતિબંધ બાદ ક્રૂડ ઓઇલની આપૂર્તિમાં આવનાર ખોટ ભરપાઇ કરવા માટે ઓપેકના સદસ્ય દેશ પોતાનું ઉત્પાદન વધારી શકે છે.
પેટ્રોલ-ડીઝલની કિંમત પર ઘટશે દબાણ, ક્રૂડ ઓઇલની તેલની તેજી પર લગાવશે બ્રેક

નવી દિલ્હી: ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ (ઓપેક) દ્વારા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની સંભાવનાઓ વચ્ચે ઓઇલના ભાવમાં આવેલી તેજી પર બ્રેક લાગી ગઇ છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઇલમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો, જેની અસર ઘરેલૂ બજાર પર જોવા મળી અને એમસીએક્સ પર ક્રૂડ ઓઇલના ભાવ દોઢ ટકા સુધી ઘટી જશે. અમેરિકા દ્વારા ઇરાન ઇરાનથી ઓઇલ ખરીદદારોને આપવામાં આવેલી છૂટ બંધ કરવાની જાહેરાત બાદ ઓઇલના ભાવમાં જોરદાર તેજી આવી અને બ્રેંટ ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરથી ઉપર જતા રહ્યા. જોકે ઓપેક દ્વારા ઓઇલનું ઉત્પાદન વધારવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. બજારના જાણકાર જણાવે છે કે ઇરાન પર પ્રતિબંધ બાદ ક્રૂડ ઓઇલની આપૂર્તિમાં આવનાર ખોટ ભરપાઇ કરવા માટે ઓપેકના સદસ્ય દેશ પોતાનું ઉત્પાદન વધારી શકે છે.

જોકે કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે ઓપેક અને રૂસે ગત વર્ષે ડિસેમ્બરમાં ઓઇલ ઉત્પાદનમાં ઘટાડાનો નિર્ણય ઓઇલના ભાવમાં આવેલા ઘટાડા બાદ કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીથી ઓપેક દ્વારા 12 લાખ બેરલ દરરોજ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો જાન્યુઆરીથી લાગૂ છે. તેમણે એ પણ જણાવ્યું કે ઇરાન અને વેનેજુએલા પર અમેરિકી પ્રતિબંધથી ઓઇલની આપૂર્તિમાં થનાર ઘટાડાની ભરપાઇને ધ્યાનમાં રાખતાં અમેરિકા ઓપેકમાં સામેલ મુખ્ય ઓઇલ ઉત્પાદક દેશ સાઉદી અરબ, ઇરાક અને સંયુક્ત અરબ અમીરાત પર ઓઇલનું ઉત્પાદન વધારવાનું દબાણ કરી રહી છે. આ કારણે જ ઓઇલના ભાવમાં આવેલી તેજી પર બ્રેક લાગી છે. 

તેમણે કહ્યું કે ઓપેકની આગામી બેઠક જૂનના અંતિમમાં થનાર છે, જેમાં આ વર્ષે ચાલી રહેલા ઘટાડાને પાછો લેવાનો વિચાર કરવામાં આવી શકે છે. કેડિયાના અનુસાર, ઓપેક તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કદાચ ત્યારે જ કરી શકે છે, જ્યારે બેંટનો ભાવ 80-85 ડોલર પ્રતિ બેરલ હોય. મલ્ટી કોમોડિટી એક્સચેંજ-એમસીએક્સ પર ક્રૂડ ઓઇલનું મે કોન્ટ્રાક્ટ બપોરે 12.54 વાગે ગત સત્રથી 74 રૂપિયા એટલે 1.60 ટકાના ઘટાડા સાથે 4,563 રૂપિયા પ્રતિ બેરલ પર થયો હતો, જ્યારે ભાવ ઘટાડા સાથે 4,620 રૂપિયા પર ખુલ્યો અને 4,560 રૂપિયા સુધી સરક્યો.  

બીજી તરફ આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં ઇન્ટરકોન્ટિનેંટલ એક્સચેંજ (આઇસીઇ) પર બ્રેંટ કૂડનો જૂન કોન્ટ્રાક્ટ 0.24 ટકાનો ઘટાડા સાથે 74.17 ડોલર પ્રતિ બેરલ પર હતો. ગત સત્રમાં બ્રેંટ ક્રૂડ 75.60 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો હતો, જોકે ઓક્ટોબર 2018 બાદનો સૌથી ઉંચુ સ્તર છે. ન્યૂયોર્ક મર્કે ટાઇલ એક્સચેંજ (નાયમેક્સ) પર અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (ડબલ્યૂટીઆઇ)નું જૂન કોન્ટ્રાક્ટ 0.46 ટકાના ઘટાડા સાથે 64.91 ડોલર પ્રતિ બેરલ પર હતો.   

મંગળવારે 66.60 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી ગયા બાદ ડબલ્યૂટીઆઇના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા દ્વારા ઇરાન પર પ્રતિબંધ લગાવ્યા બાદ નવેમ્બર 2018માં ભારત સહિત ઓઇલા કેટલાક મુખ્ય આયાતકારોને ઇરાનથી આગામી છ મહિના સુધી ઓઇલ આયાતની છૂટ આપવામાં આવી હતી, જેને આ અઠવાડિયે અમેરિકાએ આગળ ન વધારવાની જાહેરાત કરી હતી. આ સમય સીમા 2 મેને સમાપ્ત થઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news