Petrol Diesel Price: સતત 5મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, લોકોને સહન કરવો પડશે મોંઘવારીનો માર!

Petrol Diesel Price: રવિવારના ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સરકાર સતત પાંચમી વખત ઇંધણના ભાવમાં વધારો કરી રહી છે.

Petrol Diesel Price: સતત 5મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, લોકોને સહન કરવો પડશે મોંઘવારીનો માર!

Petrol Diesel Price: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો તેજ થઈ ગયો છે. સરકારે પાંચમી વખત ઇંધણના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. આ વધારો રવિવાર સવારથી લાગુ થઈ જશે.

રવિવાર સવારે ફરી વધ્યા ઇંધણના ભાવ
સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર સવારથી પેટ્રોલના ભાવમાં 50 પૈસા અને ડીઝલના ભાવમાં 55 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો રવિવાર સવારે 6 વાગ્યાથી લાગુ થઈ જશે. આ સાથે રવિવાર સવારથી પેટ્રોલના ભાવ 99.11 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 90.42 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.

22 માર્ચથી શરૂ થયો વધારો
તમને જમાવી દઈએ કે, 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં ભાવમાં 3.70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, જ્યાં સુધી રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી ઇંધણના ભાવમાં આ પ્રકારે વધારો થતો રહેશે. એવામાં લોકોને વધુ મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

ઉઠાવવું પડ્યું નુકસાન
મૂડીઝના એક રિપોર્ટ અનુસાર, ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો ન હતો. જેના કારણે તેમને 19,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

અન્ય સમાચાર અહીં વાચો:- 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news