સતત બીજા દિવસો મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે આજનો ભાવ
Trending Photos
નવી દિલ્હી: સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો છે. શુક્રવારે પેટ્રોલ 5 પૈસા અને ડીઝલ 6 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ગુરૂવારે પેટ્રોલ 7 પૈસા અને ડીઝલ 5 પૈસા મોંઘુ થયું હતું. બે દિવસ સુધી સ્થિર રહ્યા બાદ સતત બે દિવસથી કિંમતમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લીવાર 16 જૂનના રોજ પેટ્રોલ અને 20 જૂનના રોજ ડીઝલ સસ્તું થયું હતું. ત્યારબાદ સતત કિંમતમાં ઉછાળો આવ્યો છે અથવા પછી સ્થિર રહ્યા છે.
મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શુક્રવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 70.17 રૂપિયા અને ડીઝલની કિંમત 64.01 રૂપિયા છે. મુંબઇમાં પેટ્રોલ 75.87 રૂપિયા અને ડીઝલ 67.11 રૂપિયા, કલકત્તામાં પેટ્રોલ 72.43 રૂપિયા અને ડીઝલ 65.93 રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ 72.89 રૂપિયા અને ડીઝલ 67.70 રૂપિયા પ્રતિ લીટર છે.
આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ અને સસ્તુ થઇ શકે છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર પેટ્રોલિયમ પણ જીએસટીમાં લાવવામાં આવશે, જેથી તેની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. બીજી તરફ ઇરાન અને અમેરિકા વચ્ચે ટેંશન ઓછું થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર થયા છે. ધીરે-ધીરે તેમાં ઘટાડો નોધાશે. યુદ્ધની આશંકાને લીધે ક્રૂડ ઓઇલની કિંમત વધવા લાગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે