પ્રમાણિક કરદાતાઓને મળી મોટી ભેટ, પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ 

 જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation-Honoring the Honest' મંચની શરૂઆત કરી. 

પ્રમાણિક કરદાતાઓને મળી મોટી ભેટ, પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ 

નવી દિલ્હી: જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  Transparent Taxation – Honoring the Honest મંચની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ અસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. અત્રે જણાવવાનું કે આ નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. આ સાથે જ હવે ટેક્સ ચૂકવવામાં સરળતા રહેશે. ટેક્નોલોજીની મદદથી લોકો પર ભરોસો વ્યક્ત કરી શકાશે.  તેમણે કહ્યું કે તેમાં કેટલીક સુવિધાઓ અત્યારથી લાગુ કરવામાં આવી છે જ્યારે ફેસલેસ અપીલની 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે, આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રમાણિકનું સન્માન થશે. એક ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્મન્ટ મેક્સિમમ ગવર્નન્સને આગળ વધારે છે. તેમણે કહ્યું કે તેનાથી સરકારનો હસ્તક્ષેપ ઓછો થશે. 

પીએમ મોદીના સંબોધનની મોટી વાતો...

- પીએમ મોદીએ  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરી. 

- દેશમાં ચાલી રહેલા સ્ટ્રક્ચરલ રિફોર્મનો સિલસિલો આજે એક નવા પડાવ પર પહોંચ્યો છે. 

- 21મી સદીની આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 

- ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સપેયર ચાર્ટર આજેથી લાગુ થયા છે. 

- ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બરથી સમગ્ર દેશના નાગરિકો માટે ઉપલબ્ધ  રહેશે.

- આવકવેરા ટેક્સ વિભાગના તમામ લોકોને ખુબ ખુબ શુભકામના આપું છું. 

- ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્રનિર્માણમાં ખુબ મોટી ભૂમિકા ભજવે છે. 

- ખોટી રીતભાત અપનાવવી યોગ્ય નથી. તે દોર વીતી ગયો છે. 

- કર્તવ્ય ભાવને સર્વોપરી રાખતા બધા ફેરફાર થવા જોઈએ. 

- દેશની ટેક્સ સિસ્ટમ આજે એક નવા મોડ પર છે.

- પોલીસી સ્પષ્ટ થાય છે તો ગ્રે એરિયા ઓછો થાય છે. 

- કોરોના સંકટ સમયે પણ ભારતમાં રેકોર્ડ FDI આવ્યું છે. 

- એક સુધાર બીજા સુધારનો રસ્તો કાઢે છે.

- દેશવાસીઓના જીવનમાં સરકાર ઓછી દખલ કરશે. 

- 1500થી વધુ કાયદા અમે ખતમ કર્યાં.

- ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં દેશનો રેન્કિંગ 63 થયો. 

- આજે દેશમાં કર્તવ્યનો માહોલ છે. 

- વિવાદથી વિશ્વાસ મુહિમથી વધુ કેસ કોર્ટની બહાર જ ઉકેલાઈ ગયાં.

- વિવાદથી વિશ્વાસ મુહિમથી 3 લાખ કેસનો ઉકેલ લાવી શકાયો છે. 

- 5 લાખની આવક પર હવે ટેક્સ ઝીરો છે. 

- બાકી ટેક્સ સ્લેબમાં પણ ટેક્સનો બોજો ઓછો થયો છે. 

- કોર્પોરેટ ટેક્સ લેનારાઓમાં આપણે સૌથી ઓછો ટેક્સ લેનારામાં ગણાઈએ છીએ. 

- કેટલાક લોકોએ કાળા ધનનો ઉદ્યોગ ચલાવ્યો. 

- હવે ટેક્સ સિસ્ટમ સીમલેસ, પેનલેસ, અને ફેસલેસ છે. 

- રિફોર્મ એક સતત ચાલતી પ્રક્રિયા છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

- ઈનકમ ટેક્સ મામલે હવે રેન્ડમ રીતે અધિકારીઓને આદેશ અપાશે. 

- ફેસલેસ ટીમ કઈ હશે તેમાં કયા અધિકારી હશે તેને પણ કોમ્પ્યુટર નક્કી કરશે. 

- આ ફેસલેસ પ્રક્રિયામાં પણ સતત ફેરફાર થતો રહેશે.

- આ સિસ્ટમથી વિભાગમાં દબાણ બનાવવાની તક ખતમ થઈ જશે.

- આ સિસ્ટમથી કારણવગરના વિવાદોથી છૂટકારો મળશે. 

- નવા રિફોર્મ સાથે ભારત એક ખુબ જરૂરી પગલું ઉઠાવવા જઈ રહ્યું છે અને તે છે ટેક્સપેયર્સ ચાર્ટર

- ટેક્સપેયર ચાર્ટર દેશ માટે મોટું પગલું છે. 

- ટેક્સપેયર્સને આ સ્તરે સન્માન આપનારા દુનિયાના ગણતરીના દેશો છે. ભારત આ ગણતરીના દેશોમાં સામેલ થયો છે. 

- ટેક્સપેયર્સની વાત પર હવે વિશ્વાસ કરવો પડશે.

- આવકવેરા વિભાગ હવે ટેક્સપેયર્સ પર કારણ વગર શક કરી શકશે નહીં. 

- ટેક્સપેયર્સને ટેક્સ આપવાનો છે કારણ કે તેનાથી દેશ ચાલે છે. 

- સરકારની જવાબદારી છે કે ટેક્સપેયરની એક એક પાઈનો સદઉપયોગ કરે.

- જ્યારે કરદાતાને સુરક્ષા અને સુવિધા બને મળે છે તો ટેક્સપેયર્સે પણ વધુ જાગરૂક રહેવું જોઈએ. 

- પહેલા 0.96 ટકા કેસની સ્ક્રૂટની થતી હતી. જ્યારે હવે તે ઘટીને 0.26 ટકા પર આવી છે. એટલે કે ચારગણી ઓછી થઈ છે. 

- ભારતમાં ટેક્સ ભરનારા ખુબ ઓછા છે. 

- આથી દેશના લોકોએ આત્મચિંતન કરવું પડશે. 

- 6 વર્ષમાં 2.5 કરોડ ટેક્સપેયર્સ વધ્યાં. 

- નવી ટેક્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે ફ્રેન્ડલી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news