પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાઓ, પુત્ર-પુત્રીએ ટ્વિટ કરીને જાણો શું કહ્યું?
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વાસ્થયમાં કોઈ સુધારો થયો નથી. તેઓ સતત ત્રીજા દિવસે પણ વેન્ટિલેટર પર છે અને તેમની સલામતી માટે પૂજા-અનુષ્ઠાન ચાલુ છે. ગુરુવારે સવારે અચાનક તેમના નિધનની અફવાઓ ઉડવા લાગી તો તેમના પુત્ર અભિજીત મુખરજી અને પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ અફવાઓનું ખંડન કર્યું. અભિજીત મુખરજીએ કહ્યું કે તેમના પિતા પ્રણવ મુખરજી હેમોડાયનામિક રીતે સ્થિર છે.
પુત્રએ ટ્વિટ કરી, ફેક ન્યૂઝ પર નારાજ
ગુરુવારે સવારે અચાનક જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનને લઈને સોશિયલ મીડિયામાં અફવાઓ ઉડી. ત્યારબાદ આર્મી હોસ્પિટલ સહિત તેમના પુત્ર અને પુત્રીએ સ્થિતિ સ્પષ્ટ કરવી પડી. સેનાના રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં હાલ પૂર્વ રાષ્ટ્રપતિ સારવાર હેઠળ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable !
Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News .
— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020
પુત્રએ કહ્યું-જીવિત છે પિતા
અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને કહ્યું કે મારા પિતાશ્રી પ્રણવ મુખરજી હજુ પણ જીવિત છે અને હેમોડાયનામિક રીતે સ્થિર છે. પ્રતિષ્ઠિત પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલી અટકળો અને ફેક ન્યૂઝથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મીડિયા ફેક ન્યૂઝનું કારખાનું બની ગયું છે.
આર્મી હોસ્પિટલે પણ આપી જાણકારી
આ અંગે આર્મીની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પણ ગુરુવારે પ્રણવ મુખરજીના સ્વાસ્થ્યને લઈને જાણકારી શેર કરી છે. હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાલાતમાં ગુરુવાર સવાર સુધીમાં કોઈ સુધારો નથી. તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર જ છે અને તેમને ભાન આવ્યું નથી.
The condition of former President Pranab Mukherjee remains unchanged this morning. He is deeply comatose with stable vital parameters and continues to be on ventilatory support: Army Research & Referral (R&R) Hospital, Delhi https://t.co/JPhaOOoEvL
— ANI (@ANI) August 13, 2020
શર્મિષ્ઠા મુખરજી થયા નારાજ
પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ તેમના સ્વાસ્થ્યને લઈને ઉડી રહેલી અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. શર્મિષ્ઠાએ ટ્વિટ કરીને કહ્યું કે મારા પિતાના સ્વાસ્થ્ય અંગે ફેલાયેલી અફવાઓ ખોટી છે. બધાને અપીલ છે, ખાસ કરીને મીડિયાને કે તેઓ મને ફોન ન કરે. કારણ કે મારા ફોન પર હોસ્પિટલથી મારા પિતાના સ્વાસ્થ્ય અંગે સતત અપડેટ આવી રહ્યાં છે.
Rumours about my father is false. Request, esp’ly to media, NOT to call me as I need to keep my phone free for any updates from the hospital🙏
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 13, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે