RBI નું આ પગલું ડિજિટલ લેણદેણને કરશે પ્રોત્સાહિત, આ કંપનીઓની વધી આશાઓ

નાણાકીય ટેકનોલોજી સાથે જોડાયેલી કંપનીઓનું કહેવું છે આરબીઆઇનું' ચુકવણી સિસ્ટમ અભિગમ 2021' દસ્તાવેજ ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા અને સામાન્ય લોકોમાં વિશ્વાસની પુનર્સ્થાપના કરવામાં મદદગાર સાબિત થશે. 

RBI નું આ પગલું ડિજિટલ લેણદેણને કરશે પ્રોત્સાહિત, આ કંપનીઓની વધી આશાઓ

નવી દિલ્હી: નાભારતમાં ડિજિટલ ઇન્ડિયા ધીરે ધીરે જોર પકડી રહ્યું છે. નોટબંધી બાદ સરકાર જનતાને નાણાકીય લેણદેણ રોકડમાં નહીં પરંતુ ડિજિટલ પેમેન્ટ કરવા જાગૃત કરી રહી છે. આ સંજોગોમાં નાણાકીય ટેકનોલોજી સાથે જોડાયેલી કંપનીઓનું કહેવું છે આરબીઆઇનું (RBI) 'ચુકવણી સિસ્ટમ અભિગમ 2021' (Digatal Payment) દસ્તાવેજ ડિજિટલ અર્થવ્યવસ્થાને (Digital Economy) પ્રોત્સાહિત કરવા અને સામાન્ય લોકોમાં વિશ્વાસની પુનર્સ્થાપના કરવામાં મદદગાર સાબિત થશે. 

ગત અઠવાડિયે આરબીઆઇએ વિઝન જાહેર કર્યું
દેશમાં કેસના ઉપયોગમાં ઘટાડાના લક્ષ્યની સાથે ભારતીય રિઝર્વ બેંકને સુરક્ષિત, સુવિધાજનક, સરળ અને વ્યાજબી ઇ-ચૂકવણી સિસ્ટમ સુનિશ્વિત કરવા માટે ગત અઠવાડિયે એક વિઝન જાહેર કર્યું હતું. કેંદ્વીય બેંકોને આશા છે કે ડિસેમ્બર 2021 સુધી ડિજિટલ ચૂકવણીની સંખ્યા ચાર ગણી વધીને 8,707 કરોડના આંકડા સુધી પહોંચી જશે. 

સરળ લેણદેણ પ્રક્રિયા બનાવવા પર મુકાશે ભાર
આરબીઆઇએ કહ્યું હતું કે તે દસ્તાવેજોમાં ઉલ્લેખિત પાસાઓને 2019-21ની વચ્ચે લાગૂ કરશે. પેવર્લ્ડના સીઓઓ પ્રવીણ ધબાઇએ કહ્યું કે વિઝનમાં ચૂકવણી સિસ્ટમ સાથે જોડાયેલી સેવા પુરી પાડનારને સશક્ત બનાવવા અને સાથે જ ગ્રાહકો માટે સરળ લેણદેણ સુનિશ્વિત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. 

નિયમોને સરળ બનાવવામાં આવશે
ફિનટેક કંવર્ઝેસ કાઉન્સિલના અધ્યક્ષ નવીન સૂર્યએ કહ્યું કે કેવાઇસીને સરળ બનાવવા, ડિજિટલ કેવાઇસી અને કેવાઇસી બ્યૂરો સાથે-સાથે નોન બેંકિંગ નાણાકીય કંપનીઓને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવાનો અધિકાર આપવાથી જોડાયેલી હાલના નિયમોને સરળ બનાવવા જેવી વસ્તુઓ વિઝનમાં સામેલ નથી. 

ડિજિટલ ચૂકવણીમાં વધશે વિશ્વાસ
સર્વત્ર ટેક્નોલોજીસના સંસ્થાપક અને ઉપાધ્યક્ષ મંદાર અગાશેની રાયમાં આરબીઆઇની સાતેય દિવસ 24 કલાક કામ કરનાર હેલ્પલાઇનની સ્થાપનાથી ગ્રાહકોમાં ડિજિટલ ચૂકવણીને લઇને વિશ્વાસની બહાલી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news