Reliance Jio 5G ટેસ્ટિંગ માટે સરકાર પાસે માંગ્યું સ્પેક્ટ્રમ, વિદેશોમાં ટેક્નોલોજી વેચવાની છે યોજના

રિલાયન્સ જિયોએ અતિઆધુનિક 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગને લઇને ટેલિકોમ વિભાગ પાસે કેટલી ફ્રીક્વેંસીવાળા સ્પ્રેક્ટમની માંગ કરી છે. કંપનીની અમેરિકા સ્થિત પૂર્ણ સહાયક એકમ રેડિસિસે વિદેશી કંપનીઓને કેટલીક 5G સમાધાનોનું વેચાણ પણ શરૂ કરી દીધું છે.

Reliance Jio 5G ટેસ્ટિંગ માટે સરકાર પાસે માંગ્યું સ્પેક્ટ્રમ, વિદેશોમાં ટેક્નોલોજી વેચવાની છે યોજના

નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ અતિઆધુનિક 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગને લઇને ટેલિકોમ વિભાગ પાસે કેટલી ફ્રીક્વેંસીવાળા સ્પ્રેક્ટમની માંગ કરી છે. કંપનીની અમેરિકા સ્થિત પૂર્ણ સહાયક એકમ રેડિસિસે વિદેશી કંપનીઓને કેટલીક 5G સમાધાનોનું વેચાણ પણ શરૂ કરી દીધું છે.

સૂત્રોના અનુસાર રિલાયન્સ જિયોએ દિલ્હી અને મુંબઇ જેવા શહેરી કેન્દ્રોમાં ટેસ્ટીંગ અમાટે 17 જુલાઇના રોજ 26 ગીગાહર્ટ્ઝ (જીએચઝેડ) અને 24 ગીગાહર્ટ્ઝ બેંડમાં 800 મેગાહર્ટ્ઝ ફ્રીક્વેંસી સાથે 3.5 ગીગાહર્ટ્ઝમાં 100 મેગાહર્ટ્ઝ ફ્રીક્વેંસીની માંગ કરી છે. 

સત્તાવાર સૂત્રોના અનુસાર જિયોએ કહ્યું કે અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન, કેનેડા અને બ્રિટન જેવા વિકસિત દેશોમાં ઉપયોગ માટે ઉચ્ચ ફ્રીક્વેંસીને રાખવામાં આવી છે. કંપની ઇચ્છે છે કે ભારત આ મામલે આત્મનિર્ભર બનાવવા માટે આ બેંડમાં દેશમાં ટેસ્ટિંગ શરૂ થવું જોઇએ. સરકાર સૂચન અને ટેસ્ટિંગ માટે તૈયાર છે. ઘણા ટેસ્ટીંગ પહેલાંથી જ ચાલુ છે. 

કંપનીએ 26.5-29.5 ગીગાહર્ટ્ઝ અને 24.25-27.5 ગીગાહર્ટ્ઝ બેંડમાં સ્પેક્ટ્રમ ફ્રીક્વેંસીની માંગ કરી છે. આ હાઇ ફ્રીક્વેંસી બેંડની હજારી આગામી વર્ષે થવાની સંભાવના છે. કંપનીએ એ પણ કહ્યું કે તે 5G ટેક્નોલોજીને બીજા દેશોમાં વેચતા પહેલાં તેનું ટેસ્ટીંગ કરવા ઇચ્છે છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની 43મી વાર્ષિક બેઠક્માં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જિયોએ 5G સમાધાન વિકસિત કર્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news