રાજીવ ગાંધીની હત્યા દોષી નલિનીએ જેલમાં કર્યો આપઘાતનો પ્રયાસ


પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીએ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નલિનીએ આમ જેલમાં ઝગડા બાદ કર્યું છે. 

રાજીવ ગાંધીની હત્યા દોષી નલિનીએ જેલમાં કર્યો આપઘાતનો પ્રયાસ

ચેન્નઈઃ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. તેણે જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જાણકારી પ્રમાણે, નલિનીએ સાડીથી જેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો. જાણવા મળી રહ્યું છે કે, જેલમાં ઝગડા બાદ તેણે આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તેનાથી જેલમાં હડકંપ મચી ગયો છે. મહત્વનું છે કે નલિની તમિલનાડુની જેલમાં સજા કાપી રહી છે. 

છેલ્લા 29 વર્ષથી જેલમાં છે નલિની
રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની છેલ્લા 29 વર્ષથી જેલમાં બંધ છે. તે દુનિયામાં સૌથી વધુ લાંબા સમય સુધી કેદની સજા કાપી રહેલી મહિલા છે. તે એલટીટીઈ માટે કામ કરનાર મુરૂગન શ્રીહરણની નજીકની સહયોગી હતી. બંન્નેએ લગ્ન કરી લીધા હતા. જ્યારે નલિનીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને બે મહિનાનો ગર્ભ હતો. જેલમાં જ તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. તો દીકરી અરિથ્રા હવે લંડનમાં ડોક્ટર છે. ચેન્નઈમાં જન્મેલી નલિનીએ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને શ્રીહરણ તેની જિંદગીમાં આવ્યા પહેલા તે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news