સાત મોટા શહેરોમાં નવા ઘરોની સપ્લાઇમાં 60 ટકાનો ઘટાડો, અહીં જાણો ડીટેલ
કોવિડ 19ના સંક્રમણથી નવા રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા ઘરોની સપ્લાઇ પર જોરદાર અસર પડી છે. દેશના સાત મોટા શહેરોમાં આ ઘર અથવા પ્રોપર્ટીની સપ્લાઇમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હી: કોવિડ 19ના સંક્રમણથી નવા રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા ઘરોની સપ્લાઇ પર જોરદાર અસર પડી છે. દેશના સાત મોટા શહેરોમાં આ ઘર અથવા પ્રોપર્ટીની સપ્લાઇમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. પ્રોપર્ટી કન્સલ્ટેંટ એનારોકના રિપોર્ટ અનુસાર, મહામારીના આટલા સમયના પીરિયડમાં ડિમાન્ડ જોરદાર ઘટાડો નોંધાયો છે. તેના લીધે નવા પ્રોજેક્ટની ઓફરની સ્પીડ ઘટવા લાગી અને તેનાથી સપ્લાઇમાં મોટો ઘટાડો થયો.
રિપોર્ટ અનુસાર તાજા આંકડા મુજબ જાન્યુઆરી થી સપ્ટેમ્બર 2020 વચ્ચે સાત મોટા શહેરોમાં નવા ઘરની સપ્લાઇ ઘટીને 75,150 યૂનિટ રહી ગઇ. પીટીઆઇના સમાચાર અનુસાર ગત વર્ષે આ સમયે ઘરોની સપ્લાઇ 1,84,700 યૂનિટ રહી હતી. આ પ્રકારે આ દરમિયાન ઘરોના વેચાણ 57 ટકા ઘટીને 87,460 યૂનિટ રહી ગઇ.
આંકડામાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (દિલ્હી-એનસીઆર)માં નવા ઘરની સપ્લાઇને જોરદાર આંચકો લાગ્યો છે. તાજા આંકડા અનુસાર હવે આ ઘટીને 13,010 યૂનિટ રહી ગઇ છે. એક વર્ષ પહેલાં આ સમયગાળામાં આ આંકડો 27,390 યૂનિટ રેકોર્ડ કરી ગયો હતો.
મોટા શહેરોમાં વાત જો મુંબઇની કરીએ તો મુંબઇ મહાનગર ક્ષેત્રમાં નવા ઘરોની સપ્લાઇ ઘટીને 18,380 યૂનિટ પર પહોંચી છે, જે જાન્યુઆરી-સપ્ટેમ્બર 2019માં 63,930 યૂનિટ રહી હતી. આ ક્ષેત્રમાં મહામારીનો પ્રભાવ મોટાપાયે હતો. વધુ એક મોટા શહેર બેંગલુરૂમાં નવા ઘરોની સપ્લાઇ 29,440 યૂનિટથી ઘટીને 15,020 યૂનિટ રહી ગઇ. પૂણેમાં સપ્લાઇ 36,540 યૂનિટથી ઘટીને 12,720 યૂનિટ રહી ગઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે