10 હજાર કે તેથી વધુ રકમ એટીએમમાંથી ઉપાડવા માટે SBIએ નિયમમાં કર્યો ફેરફાર

એસબીએઈ પાસેથી પ્રાપ્ત સૂચના અનુસાર બેન્કે પોતાના એટીએમની સુરક્ષા સિસ્ટમને વધુ મજબૂત કરવા અને ગ્રાહકોની સુરક્ષા માટે આમ કર્યું છે. 

Updated By: Sep 15, 2020, 09:09 PM IST
10 હજાર કે તેથી વધુ રકમ એટીએમમાંથી ઉપાડવા માટે SBIએ નિયમમાં કર્યો ફેરફાર

નવી દિલ્હીઃ ડેબિટ કે એટીએમ કાર્ડ (Debit or ATM Card)માંથી પૈસા કાઢવામાં વધી રહેલી છેતરપિંડી પર લગામ લગાવવા માટે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા  (State Bank of India)એ એક મોટો નિર્ણય લીધો છે. હવે તેના એટીએમ (SBI ATM)માંથી 10 હજાર કે તેનાથી વધુ રકમ ઉપાડવા પર પણ ઓટીપી (OTP)ની જરૂર પડશે. અત્યાર સુધી રાત્રે 8 કલાકથી સવારે આઠ કલાક સુધી આટલી રકમ કાઢવા પર ઓટીપીની જરૂર પડતી હતી. આ વ્યવસ્થા આગામી 18 સપ્ટેમ્બરથી દેશભરમાં લાગૂ થઈ રહી છે. આ સાથે બેન્કે પોતાના બધા ગ્રાહકોને મોબાઇલ નંબર (Update your Mobile number) કરાવવાનું કહ્યું છે. 

એટીએમની સુરક્ષા સિસ્ટમને મજબૂત કરવા માટે લીધો નિર્ણય
એસબીએઈ પાસેથી પ્રાપ્ત સૂચના અનુસાર બેન્કે પોતાના એટીએમની સુરક્ષા સિસ્ટમને વધુ મજબૂત કરવા અને ગ્રાહકોની સુરક્ષા માટે આમ કર્યું છે. દેશની સૌથી મોટી લોન આપતી, ભારતીય સ્ટેટ બેન્કે 1 જાન્યુઆરી 2020થી એસબીઆઈ એટીએમના માધ્યમથી રાત્રે 8થી સવારે 8 કલાક વચ્ચે 10,000 રૂપિયા કે તેનાથી વધુ ઉપર  OTP આધારિત રોકડ ઉપાડની શરૂઆત કરી હતી. હવે દેશના બધા એસબીઆઈ એટીએમમાં ઓટીપી આધારિત એટીએમ ઉપાડની વ્યવસ્થા આખા દિવસ અને રાત માટે લાગૂ કરવામાં આવી છે. એટલે કે 24 કલાક તેની જરૂર પડશે. આ વ્યવસ્થા 18 સપ્ટેમ્બર 2020થી લાગૂ થશે. 10,000 રૂપિયા અને તેનાથી વધુના ઉપાડ પર પોતાના ડેબિટ કાર્ડ પિનની સાથે રજીસ્ટર મોબાઇલ નંબર પર મોકલેલ ઓટીપી પણ દાખલ કરવો પડશે. 

છેતરપિંડીથી થશે બચાવ
એસબીઆઈના એમડી (રિટેલ અને ડિજિટલ બેન્કિંગ) સી એસ સેટ્ટીનુ કહેવુ છે કે 24x7 ઓટીપી આધારિક રોકડ ઉપાડની સુવિધાની શરૂઆતની સાથે એસબીઆઈએ એટીએમ રોકડ ઉપાડમાં સુરક્ષાના સ્તરને વધુ મજબૂત કર્યું છે. દિવસભર આ સુવિધાને લાગૂ કરવાથી એસબીઆઈ ડેબિડ કાર્ડધારક છેતરપિંડી કરનાર, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને આ પ્રકારના જોખમથી બચી શકશે. 

Indian Railways: રેલ યાત્રિકો માટે ખુશખબર, શરૂ થશે 40 ક્લોન ટ્રેન, જુઓ લિસ્ટ

મોબાઇલ નંબર અપડેટ કરાવો
એસબીઆઈનું કહેવું છે કે જે ગ્રાહક હંમેશા 10 હજાર કે તેથી વધુ રકમનો ઉપાડ કરે છે, તે બેન્કમાં મોબાઇલ નંબર અપડેટ કરાવે. હંમેશા જાણવામાં આવ્યું છે કે પહેલા ગ્રાહક ખાતુ ખોલાવવા સમયે મોબાઇલ નંબર આપતો નહતો. કોઈએ નંબર આપ્યો છે તો તે આ દિવસોમાં કામ નથી કરતો. તેથી ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે જે નંબર ચાલી રહ્યો હોય, તેને ખાતા સાથે જોડો. 

શું છે ઓટીપી
ઓટીપી હકીકતમાં એક સિસ્ટમ-જનરેટેડ ન્યૂમેરિક સ્ટ્રિંગ છે, જે યૂઝર માટે સિંગલ લેવડ-દેવડને પ્રમાણિત કરે છે. ગ્રાહક જ્યારે એટીએમના માધ્યમતી રકમ કાઢવા ઈચ્છશે તો એટીએમ સ્ક્રીન ઓટીપી માગશે. તે તેને રજીસ્ટર મોબાઇલ નંબર પર પ્રાપ્ત થશે, તે નંબર એટીએમમાં નાખવાનો રહેશે. જ્યારે સ્ક્રીન પર સાચો ઓટીપી આપવામાં આવશે, ત્યારે એટીએમ પિન લેવામાં આવશે. ઓટીપી આધારિત રોકડ ઉપાડની સુવિધા માત્ર એસબીઆઈ એટીએમમાં ઉપલબ્ધ છે. એસબીઆઈનું કહેવું છે કે બીજી બેન્કોના એટીએમમાં આ કાર્યદક્ષતા નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ (NFS)માં વિકસિત કરવામાં આવી નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube