તેજી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સમાં 159 અને નિફ્ટીમાં 57 પોઈન્ટનો ઉછાળો
બીએસઇ પર 14 કંપનીઓના શેરોમાં લે-વેચ અને 17 કંપનીઓના શેરોમાં વેચાવલી જોવા મળી. તો બીજી તરફ એનએસઇ પર 26 કંપનીઓના શેર ગ્રીન જોનના નિશાન પર રહ્યા, જ્યારે 25 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા.
Trending Photos
મુંબઇ: કારોબારી સત્રના બીજા દિવસે મંગળવારે પણ શેર બજાર સાથે બંધ થયું. બેકિંગ તથા ટેક્નોલોજી કંપનીઓમાં તેજીના લીધે બીએસઇનો 31 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ 159.06 અથવા 0.45 ટકા ઉછાળા સાથે 35,513.14 પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 57 પોઈન્ટ એટલે કે 0.54 ટકાના ઉછાળા સાથે 10,685.60 બંધ થયો. સોમવારે શેર બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. સેંસેક્સ 373.06 પોઈન્ટની તેજી સાથે 35,354.08 પર બંધ થયો. તો બીજી તરફ 101.85 પોઈન્ટ એટલે કે 0.97 ટકા ઉછાળા સાથે 10,628.60 પર બંધ થયો હતો.
દિવસભરના કારોબારમાં સેંસેક્સે 35,555.16નું ઉચ્ચ સ્તર અને 35,262.97 નું ન્યૂનતમ સ્તરને અડક્યો હતો. તો બીજી તરફ 10,695.15નું ઉચ્ચતમ સ્તર જ્યારે 10,596.35નું નૂન્યતમ સ્તરને અડક્યો. બીએસઇ પર 14 કંપનીઓના શેરોમાં લે-વેચ અને 17 કંપનીઓના શેરોમાં વેચાવલી જોવા મળી. તો બીજી તરફ એનએસઇ પર 26 કંપનીઓના શેર ગ્રીન જોનના નિશાન પર રહ્યા, જ્યારે 25 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા.
બીએસઇ પર ઇંફોસિસના શેરમાં 2.53 ટકા, ટીસીએસમાં 2.29 ટકા, રિલાયન્સમાં 1.61 ટકા, ઇંડસઇંડ બેંકમાં, 1.29 ટકા, મારૂતિમાં 1.2 ટકા, જ્યારે એસબીઆઇમાં 1.17 ટકાની તેજી નોંધાઇ હતી. તો બીજી તરફ સન ફાર્માના શેરમાં 3.34 ટકા, હીરો મોટોકોર્પમાં 3.12 ટકા, યસ બેંકમાં 2.55 ટકા, વિપ્રોમાં 2.18 અને બજાજ ઓટોના શેરમાં 2.01નો ઘટાડો જોવા મળ્યો.
એનએસઇ પર ઇંફોસિસના શેરમાં 3.15 ટકા, બજાજ ફિન્સર્વમાં 3 ટકા, ગેલમાં 2.71 ટકા, ટીસીએસમાં 2.65 ટકા અને બીપીસીએલમાં 2.43 ટકાની તેજી જોવા મળી. તો બીજી તરફ હીરો મોટોકોર્પના શેરમાં 3.84 ટકા, સનફાર્મામાં 3.81 ટકા, યસ બેંકમાં 3.03 ટકા, ભારતી એરટેલમાં 2.39 ટકા અને વિપ્રોના શેરમાં 1.93નો ઘટાડો નોંધવામાં આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે