ગત સપ્તાહે Top-10 કંપનીઓએ ગુમાવ્યા 67980 કરોડ રૂપિયા, TCSને સૌથી વધુ નુકસાન

ગત સપ્તાહે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ, ટીસીએસ, એચડીએફસી બેન્ક, એચયૂએલ, આઈટીસી, ઇન્ફોસિસ અને કોટક મહિન્દ્રા બેન્કના બજાર કેપિટલાઇઝેશનમાં ભારે ઘટાડો થયો હતો. 

 ગત સપ્તાહે Top-10 કંપનીઓએ ગુમાવ્યા 67980 કરોડ રૂપિયા, TCSને સૌથી વધુ નુકસાન

નવી દિલ્હીઃ સેન્સેક્સની ટોપ-10માંથી સાત કંપનીઓના બજાર માર્કેટ કેપિટલાઇઝેશનમાં છેલ્લા સપ્તાહે કુલ મળીને 67,980.60 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ દરમિયાન ટીસીએસના મૂડીકરણમાં સૌથી વધુ ઘટાડો થયો છે. ગત સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ), ટીસીએસ, એચડીએફસી બેન્ક, એચયૂએલ, આઈટીસી, ઇન્ફોસિસ અને કોટક મહિન્દ્રા બેન્કના બજાર મૂળીકરણ (એમકેપ)માં ઘટાડો થયો છે. તો એસડીએફસી, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેન્કના એમકેપમાં વધારો નોંધાયો છે. ગત સપ્તાહમાં ટીસીએસનું બજાર માર્કેટ કેપિટલાઇઝેશન 39,400 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 7,22,671.77 કરોડ રૂપિયા રહ્યું હતું.

કોટક મહિન્દ્રા બેન્કના એમ કેપ 8,147.3 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 2,36,796.56 કરોડ રૂપિયા રહ્યો જ્યારે આરઆરએલનું માર્કેટ કેપિટલાઇઝેશન 6909.15 કરોડ રૂપિયાના ઘટાડાની સાથે 7,81,303.97 કરોડ રૂપિયા રહ્યું હતું. આઈટીસીનું એમ કેપ 6,454.28 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 3,36,040.81 કરોડ રૂપિયા રહ્યું હતું. ઇન્ફોસસનું માર્ટેક કેપિટલાઇઝેશન 3,669.67 કરોડ રૂપિયાથી ઘટીને 3,20,375.12 કરોડ રૂપિયા રહ્યું હતું. 

આ પ્રકારે એચડીએફસી બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન 2263.71 કરોડ રૂપિયાના ઘટાડીની સાથે 5,69,336.21 કરોડ રૂપિયા રહ્યું હતું. તો હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડનું એમકેપ 1136.44 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 3,82,666.64 કરોડ રૂપિયા રહ્યું હતું. તો બીજીતરફ એસબીઆઈનું માર્ટેક કેપિટલાઇઝેશન 6961.83 કરોડ રૂપિયાના વધારા સાથે 2,41,633.86 કરોડ રૂપિયા રહ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેન્કનું એમકેપ 6,287.7 કરોડ રૂપિયાના વધારા સાથે 2,26,639.17 કરોડ રૂપિયા રહ્યું હતું. એચડીએફસીનું માર્કેટ કેપિટલાઇઝેશન 1,694.18 કરોડ રૂપિયાના વધારા સાથે  3,24,225.57 કરોડ રૂપિયા રહ્યું હતું. 

સર્વાધિક માર્કેટ કેપિટલાઇઝેશનવાળી ટોપ દસ કંપનીના રેન્કિંગમાં આરઆઈએલ પ્રથમ સ્થાન પર રહી હતી. ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેન્ક, એચયૂએલ, ટીસીએસ, એચડીએફસી, ઇન્ફોસિસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કનું સ્થાન આવે છે. ગત સપ્તાહે સેન્સેક્સ 62.53 પોઈન્ટ એટલે કે 0.17 ટકાના વધારા સાથે શુક્રવારે 35,871.48 પોઈન્ટ પર બંધ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news