મંગળવાર સવારથી શેરબજારમાં દેખાઇ તેજી, સેન્સેક્સમાં 330 પોઇન્ટ ઉછાળો

દેશના શેરબજારમાં સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ મજબૂતી સાથે ખુ્લ્યું છે. સવારે આશરે 10-40 વાગ્યે 30 શેર વાળા સેન્સેક્સમાં 329.82 અંકોના ઉછાળા સાથે 35194.92 પર કારોબાર કરી રહ્યો છે.

મંગળવાર સવારથી શેરબજારમાં દેખાઇ તેજી, સેન્સેક્સમાં 330 પોઇન્ટ ઉછાળો

મુંબઇ: દેશના શેરબજારમાં સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ મજબૂતી સાથે ખુ્લ્યું છે. સવારે આશરે 10-40 વાગ્યે 30 શેર વાળા સેન્સેક્સમાં 329.82 અંકોના ઉછાળા સાથે 35194.92 પર કારોબાર કરી રહ્યો છે. લગભગ આ જ સમયે નિફ્ટી 89.65 અંક વધીને 10604.75ના સ્તર પર જોવા મળ્યા હતા. આપેલા મંગળવારે સવારે મુંબઇ સ્ટોક માર્કેટ એક્સચેન્જ(બીએસઇ)ના સવારે 30 શેરો પર આધારિત સેન્સેક્સ ઇન્ડેક્સમાં 139.23 અંકોની મજબૂતી જોવા મળી હતી, સાથે જ 35,004.33 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)ના 50 શેરના નિફ્ટીના આધારે સેન્સેક્સ ઇન્ડેક્સ 37.55 પોઇન્ટના વધારા સાથે 10,550.15 પર ખૂલ્યો હતો.

મિડકૈપ અને સ્મોલ કેપ શેરોમાં પણ દેખાઇ તેજી 
સેન્સેક્સ સવારે 10.07 વાગ્યો 243.44 અંકોની મજબૂતી સાથે 35,114.54 પર જ્યારે નિફ્ટી લગભાગ આ જ સમયે 64.60 અંકોના વધારા સાથે 10,577.10 અંકો પર વેપાર કરતો દેખાઇ રહ્યો છે. વેપાર દરમિયાન મિડકૈપ અને સ્મોલકૈપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઇ અને નિફ્ટી પર મિડકૈપ ઇન્ડેક્સમાં પણ મજબૂતી દેખાઇ રહી છે.

આઇટીના શેરોમાં વેચવાનો માહોલ 
બેંકિંગ, રિયલ્ટી, ફાર્મા, મેટલ, ઓટો, એફએમસીજી, અને મૂડી ગુડ શેરમાં ખરીદી ચાલુ છે. આઇટીના શેરોમાં વેચાણનો માહોલ યથાવત છે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, એશિયન પેઇન્ટસ, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને યશ બેન્કમાં પણ તેજી જોવા મળી હતી. જોકે, એચસીએલ ટેક, ભારતી ઈન્ફ્રાટેલ, હિન્દાલ્કો, બીપીસીએલ અને વિપ્રોમાં થોડો ઘટાડો થયો હતો.

આ પહેલા સોમવારે ઉતાર-ચઢાવ ભર્યા વેપાર વચ્ચે સેન્સેક્સ 132 અંકનો વધી 34,865.10 અંક પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ વધારા અને ઘટાડા સાથે અંતમાં 40 અંક વધીને 10,512.50 અંક પર બંધ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news