SBI વહેલી તકે બંધ કરશે આ 4 સેવાઓ, કરોડો ગ્રાહકો માટે જાણવું જરૂરી

જાહેર ક્ષેત્રમાં સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવનારા બે મહિનાઓમાં તેની 4 બેંકીગ સેવાઓ બંધ કરવા જઇ રહ્યું છે. અને આ સેવાઓ બંધ કરવા માટે એસબીઆઇ તરફથી ઘોષણા કરી દેવામાં આવી છે. 
 

SBI વહેલી તકે બંધ કરશે આ 4 સેવાઓ, કરોડો ગ્રાહકો માટે જાણવું જરૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રમાં સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવનારા બે મહિનાઓમાં તેની 4 બેંકીગ સેવાઓ બંધ કરવા જઇ રહ્યું છે. અને આ સેવાઓ બંધ કરવા માટે એસબીઆઇ તરફથી ઘોષણા કરી દેવામાં આવી છે. SBI રોકડ ઉપાડ પર અમુક પ્રકારના પ્રતિબંધ લગાવવાની તૈયારીઓમાં છે. જ્યારે ઓનલાઇન બેંકીંગ સેવાઓમાં પણ થોડા ધણા બદલાવ કરવામાં આવશે. 

બંધ થઇ જશે SBIના ડેબિટ કાર્ડ 
આરબીઆઈના સૂચનો અનુસાર, બેન્કોએ તેમના ચુંબકીય પટ્ટા આધારિત એટીએમ કાર્ડ્સ બંધ કરવું પડશે. આ એટીએમ કાર્ડનું ડુપ્લિકેટ થવાની સંભાવનાઓ વધારે છે. RBIના સૂચનોને ધ્યાને રાખીને સ્ટેટ બેંક 31 ડિસેમ્બર સુધીમાં ચુંબકીય પટ્ટા વાળઆ એટીએક કાર્ડ કમ ડેબિટ કાર્ડ બંધ કરવા જઇ રહી છે. જો તમારી પાસે આવુ કોઇ કાર્ડ હોય તો વહેલી તકે તમારે તેને બદલાવી લેવું પડશે. જ્યારે એસબીઆઇ દ્વારા ચીપ વાળા કાર્ડ નિઃશુક્લ આપવામાં આવી રહ્યો છે.

રૂપિયા ઉપાડતા દરમિયાન રાખવું પાડશે ધ્યાન 
એસબીઆઇના ગ્રાહકો 1 નવેમ્બરથી એટીએમ કાર્ડ મારફતે 20 હજાર રૂપિયા કરતા વધારે રકમ નહિ ઉપાડી શકે. પહેલા બેંકના ગ્રાહક એટીએમ દ્વારા 40 હજાર રૂપિયાની રકમ ઉપાડી શકતા હતા. એસબીઆઇ તરફથી કૈશલેશ અને ડિઝિટલ ટ્રાન્જેક્શમાં વઘારો કરવા માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

મોબાઇલ બેંકિંગમાં પણ SBI કરી રહ્યું છે બદલાવ 
જો તમે મોબાઇલ નંબર બેક ખાતા સાથે લિંક નથી કરાવ્યો તો તમારી ઇન્ટરનેટ બેંકીંગ સેવા અથવા તો ઓનલાઇન બેંકીહ સેવાઓ બંધ થઇ શકે છે. આ મામલે બેંક દ્વારા સતત ગ્રાહકોને નોટિફિકેશન મોકલીને સતત માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે ગ્રાહકોએ મોબાઇલ નંબર બેંક ખાતા સાથે લિંક નથી કરાવ્યો તેમણે વહેલી તકે લિંકઅપ કરાવી લેવું જોઇએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news