ગુજરાતના આ શહેરમાં નશીલા દ્રવ્યોનું ધૂમ વેચાણ! મહિલા સહિત બે લોકો ઝડપાયા
ભાવનગર એસ.ઓ.જી પોલીસને નશાકારક ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા તેના આધારે શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં શેરી નંબર-1ના રહેણાંકી મકાનમાં રેડ કરી હતી.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં નશીલા દ્રવ્યોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દેશી વિદેશી દારૂના હાટડા ઠેર ઠેર જોવા મળતા હોય છે, ત્યારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે શહેરના કુંભારવાડા વિસ્તારના મોતિતળાવ માં રેડ કરતા ચાર કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 51,680ની કિંમતના ગાંજા સાથે મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નશાકારક પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે ભાવનગર એસ.ઓ.જી પોલીસને નશાકારક ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા તેના આધારે શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં શેરી નંબર-1ના રહેણાંકી મકાનમાં રેડ કરી હતી.
તપાસ દરમ્યાન પોલીસને ગાંજાનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. જેમાં પોલીસે 51,680 રૂપિયાની કિંમતના 4 કિલો ગાંજા સાથે નમીરા ઈકબાલભાઈ પીંજારા અને આસિફ ઉર્ફ ડેની પઠાણની ધરપકડ કરી બોરતળાવ પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે