શેરબજાર પાછા ફરી તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ લગાવી છલાંગ, બેકિંગ સ્ટોકમાં જોરદાર ખરીદી
સવારથી સિમિત દાયરામાં ચાલી રહેલા શેરબજારે એવી ગતિ પકડી કે આજે બંપર ઉછાળા સાથે બંધ થયો. બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરવાળા સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ 995.92 પોઇન્ટની છલાંગ લગાવીને 31.605ના સ્તર પર પહોંચી ગયો.
Trending Photos
મુંબઇ: સવારથી સિમિત દાયરામાં ચાલી રહેલા શેરબજારે એવી ગતિ પકડી કે આજે બંપર ઉછાળા સાથે બંધ થયો. બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરવાળા સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ 995.92 પોઇન્ટની છલાંગ લગાવીને 31.605ના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 286.95 પોઇન્ટની લાંબી છલાંગ લગાવીને 9,316.00ના સ્તર પર બંધ થયો.
ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટે ફર્મ કાર્લાઇપ ગ્રુપના એક્સિસ બેંકમાં 1 અરબ ડોલર એટલે કે 7600 કરોડ રૂપિયાના રોકાણ કરવાના મુદ્દે શરૂ થયેલી વાતચીતના સમાચાર બાદ એક્સિસ બેંકના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. આજે એક્સિસ બેંકના શેર બીએસઇ પર 14.15 ટકા ઉછળ્યો તો બીજી તરફ નિફ્ટીમાં 14.24 ટકાના ઉછાળા સાથે શેર બજાર બંધ થયું.
જો સ્ટોર સેક્ટોરલ ઇંડેક્સની વાત કરીએ તો નિફ્ટી બેંક 7.28% નિફ્ટી ઓટો 0.73% ફાઇનાન્શિયલ સર્વિસિઝ 5.86% ટકા, એફએમસીજી 0.36%, આઇટી 2.78%, મેટલ 2.56%, પીએસયૂ બેંક 3.40 ટકા ઉછાળા સાથે બંધ થયો. પ્રાઇવેટ બેંકના ઇંડેક્સમાં આજે 7.46%નો ઉછાળો જોવા મળ્યો. રિયલિટી ઇંડેક્સ પણ 1.75% ટકા બઢત સાથે બંધ થયો. ફક્ત ફાર્મા અને મીડિયા ઇંડેક્સમાં ઘટાડા સાથે બંધ થયો.
3:08 વાગે: બેંકિંગ શેરોમાં જોરદાર ઉછાળાના દમ પર સેન્સેક્સ ઉછળ્યો હતો. સેન્સેક્સ 935.35 એટલે 3.06%ની ટકાની તેજી સાથે 31,544.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી 268.90 (2.98%) પોઇન્ટના ઉછાળા સાથે 9,297.95ના સ્તર પર હતો. ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટે ફર્મ કાર્લાઇપ ગ્રુપના એક્સિસ બેંકમાં 1 અરબ ડોલર એટલે કે 7600 કરોડ રૂપિયાના રોકાણ કરવાના મુદ્દે શરૂ થયેલી વાતચીતના સમાચાર બાદ એક્સિસ બેંકના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે