Stock Market Update: શેર બજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, આ શેરો આપ્યું બંપર રિટર્ન
બીજી તરફ અઠવાડિયાના અંતિમ સપ્તાહના દિવસે ગ્લોબલ માર્કેટમાંથી સુસ્ત સંકેત મળી રહ્યા છે. ગુરૂવારે ડાઉજોન્સમાં સામાન્ય તેજી જોવા મળી અને આ દિવસની ઉંચાઇથી 300 પોઇન્ટ સરકીને બંધ થયો. તો બીજી તરફ નેસ્ડેકમાં 0.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
Trending Photos
Stock Market Closing On 12 th August 2022: ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાનો અંતિમ દિવસ મિશ્ર રહ્યો છે. આજે સવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને દિવસભર ટ્રેડિંગ સેશન બાદ ગ્રીન નિશાન પર બંધ થયું હતું. આજનો કારોબાર ખત થયા બાદ મુંબઇ સ્ટોક એક્સચેંજનો સૂચકાંક સેન્સેક્સ લગભગ 134.47 પોઇન્ટ એટલે 0.23 ટકાની તેજી સાથે 59,467.07 પોઇન્ટ પર બંધ થયો છે જ્યારે નિફ્ટી ફક્ત 38.45 પોઇન્ટ એટલે 0.22 ટકની તેજી સાથે 17,697.45 પોઇન્ટ પર બંધ થયું છે.
સવારે કેવી હતી સ્થિતિ?
ગ્લોબલ માર્કેટમાંથી મળેલા સુસ્ત સંકેતોથી સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘરેલૂ સ્થાનિક બજારમાં શરૂઆતથી જ ઘટાડાનો સિલસિલો જોવા મળ્યો. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીના લાલ નિશાન સાથે કારોબાર કાર્યો. કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 96 પોઇન્ટ ઘટીને 59,236 ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ 50 પોઇન્ટવાળો નિફ્ટી સપાટ ખુલ્યો. પરંતુ થોડીવારમાં જ તેમાં 22 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.
ગ્લોબલ માર્કેટની સ્થિતિ
બીજી તરફ અઠવાડિયાના અંતિમ સપ્તાહના દિવસે ગ્લોબલ માર્કેટમાંથી સુસ્ત સંકેત મળી રહ્યા છે. ગુરૂવારે ડાઉજોન્સમાં સામાન્ય તેજી જોવા મળી અને આ દિવસની ઉંચાઇથી 300 પોઇન્ટ સરકીને બંધ થયો. તો બીજી તરફ નેસ્ડેકમાં 0.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો. SGX નિફ્ટી 18.50 પોઇન્ટના ઘટાડા સાથે 17668 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આજે IIP (જૂન) અને CPI (જુલાઇ)ના આંકડા આવશે. આજે એલઆઇસીના શેરમાં તેજી જોવા મળી છે. એલઆઇસીનો શેર આજે પણ 0.40 ટકાની તેજી સાથે 683.00 પર બંધ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે