Smartwatch ના મામલે ભારતે ચીનને પછાડ્યું, વિશ્વમાં બન્યુ બીજું સૌથી મોટુ બજાર

એપલ લગભગ 30 ટકા બજારની ભાગીદારી સાથે વૈશ્વિક સ્તર પર સ્માર્ટવૉચ મેન્યુફેક્ચરરનું નેતૃત્વ કરે છે. તેના શિપમેન્ટમાં વર્ષે 8 ટકાની વૃદ્ધી થઈ છે. સેમસંગ દર વર્ષે 40 ટકાની વૃદ્ધી સાથે બીજા સ્થાન પર છે.

Smartwatch ના મામલે ભારતે ચીનને પછાડ્યું, વિશ્વમાં બન્યુ બીજું સૌથી મોટુ બજાર

નવી દિલ્લીઃ ભારતીય સ્માર્ટવૉચ બજારે વૈશ્વિક સ્તર પર 2022ના બીજા ત્રિમાસિકમાં ચીનને પાછળ છોડી દિધું છે. ઉત્તર અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અને બીજા સ્થાન પર ભારત આવી ગયું છે.  કાઉન્ટરપૉઈન્ટ રિસર્ચની ગ્લોબલ સ્માર્ટવૉચ મૉડલ ટ્રેકર રિપોર્ટના અનુસાર ભારતીય સ્માર્ટવૉચના બજારમાં વર્ષે દર વર્ષે 300 ટકાની વૃદ્ધી થઈ છે. જેના કારણે તે ચીનથી પણ આગળ વધી ગયું છે. ભારતીય સ્માર્ટવૉચ નિર્માતાઓ જેમકે ફાયર અને નોઈઝની આમા મોટી ભાગીદારી છે. મહત્વની વાત એ છે કે ઉચ્ચ ફુગાવો, સપ્લાય-ચેઇન વિક્ષેપ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ વૈશ્વિક શિપમેન્ટ બજારમાં દર વર્ષે 13 ટકાની વૃદ્ધી થઈ છે. ચીને આર્થિક મંદીના કારણે સ્માર્ટવૉચ બજારમાં દર વર્ષે 9 ટકાનો સૌથી મોટો ઘટાડો જોયો છે. 

કંપનીના સહયોગી નિદેશક સુજોગ લિમના અનુસાર બજારમાં બીજા ત્રિમાસિકમાં અપેક્ષા કરતા સારુ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જોકે અમને ત્રણ મહિના પહેલાની આશા હતી. ચીનમાં આર્થિક મંદીના કારણે દર વર્ષે બજાર પડ્યું છે. જેમા પ્રમુખ ચીની બ્રાન્ડ જેમકે હુઆવેઈ, ઈમુ અને અમેઝફીટમાં દર વર્ષે સીમિત વૃદ્ધિ અથવા ગિરાવટ જોવા મળી છે. તેમ છતાં એ જોઈ શકાય છે કે સ્માર્ટવૉચનું બજાર વર્ષે 9 ટકા પડ્યું છે તેમા આપણી માની શકીએ છીએ કે સ્માર્ટવૉચનું બજાર સ્વસ્થ વિકાસ માટે સાચા રસ્તે છે. 

એપલ વૈશ્વિક સ્તર પર શીર્ષ સ્માર્ટવૉચ મેન્યુફેક્ચરર બનીને બેઠું છે-
એપલ લગભગ 30 ટકા બજારની ભાગીદારી સાથે વૈશ્વિક સ્તર પર સ્માર્ટવૉચ મેન્યુફેક્ચરરનું નેતૃત્વ કરે છે. તેના શિપમેન્ટમાં વર્ષે 8 ટકાની વૃદ્ધી થઈ છે. સેમસંગ દર વર્ષે 40 ટકાની વૃદ્ધી સાથે બીજા સ્થાન પર છે. કારણ કે તેની ગેલેક્સી વૉચ 4 સીરિઝ ખુબ લોકપ્રીય છે. જ્યારે ત્રીજા સ્થાન પર 6.8 ટકાની ભાગીદારી હુઆવેઈની છે.  આ બ્રાન્ડ વર્ષોથી ચીનમાં શીર્ષ સ્માર્ટવૉચ નિર્માતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news