ભારત સામે હાર્યા બાદ બાદ ભગ્ન હ્રદયે બાબર આઝમે હાર્દિક પંડ્યા વિશે આપ્યું આ નિવેદન
મેચ હાર્યા બાદ કેપ્ટન બાબર આઝમે કહ્યું કે અમે બેટિંગની સાથે સારી શરૂઆત કરી. શાનદાર હતું. અમે મેચમાં લગભગ 10થી 15 રન ઓછા કર્યા. પરંતુ બોલર્સે સારું પ્રદર્શન કર્યું. પૂછડિયા બેટ્સમેનોએ ખુબ જ સારી બેટિંગ કરી. ફાસ્ટ બોલર્સની ઓવર પહેલેથી ખતમ થઈ ગઈ હતી એટલે આ કારણે અમે મોહમ્મદ નવાઝને છેલ્લી ઓવર માટે બચાવીને રાખ્યો હતો. અમારો દબાણ બનાવવાનો નિર્ણય યોગ્ય નહતો. નસીમ શાહે સારી બોલિંગ કરી.
Trending Photos
India vs Pakistan Babar Azam: ભારતે પાકિસ્તાનને એશિયા કપમાં શાનદાર અંદાઝમાં ધૂળ ચટાડી. આ સાથે જ ભારતે ટી20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પણ ચૂકતે કરી દીધો. રોમાંચક મેચમાં હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી જબરદસ્ત રમતનું પ્રદર્શન કર્યું. મેચમાં પાકિસ્તાનના બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા નહીં. ખાસ કરીને બાબર આઝમ. ટીમ ઈન્ડિયાના બોલરોએ પાકિસ્તાની બેટર્સને કાબૂમાં રાખ્યા. ખરાબ રીતે મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે મોટું નિવેદન આપ્યું.
મેચ હાર્યા બાદ કેપ્ટન બાબર આઝમે કહ્યું કે અમે બેટિંગની સાથે સારી શરૂઆત કરી. શાનદાર હતું. અમે મેચમાં લગભગ 10થી 15 રન ઓછા કર્યા. પરંતુ બોલર્સે સારું પ્રદર્શન કર્યું. પૂછડિયા બેટ્સમેનોએ ખુબ જ સારી બેટિંગ કરી. ફાસ્ટ બોલર્સની ઓવર પહેલેથી ખતમ થઈ ગઈ હતી એટલે આ કારણે અમે મોહમ્મદ નવાઝને છેલ્લી ઓવર માટે બચાવીને રાખ્યો હતો. અમારો દબાણ બનાવવાનો નિર્ણય યોગ્ય નહતો. નસીમ શાહે સારી બોલિંગ કરી.
આ પ્લેયરે મેચ છીનવી લીધી
મેચ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે "અમે સારી ફાઈટ આપી પરંતુ હાર્દિક પંડ્યાએ સારું પ્રદર્શન કર્યું અને મેચ અમારી પાસેથી છીનવી લીધી." હાર્દિક પંડ્યાએ મેચમાં બોલ અને બેટ બંનેથી કમાલ કરી બતાવ્યો. તેમના કારણે ટીમ ઈન્ડિયાને જીત મળી શકી.
હાર્દિકે કરી ધમાકેદાર બેટિંગ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી બધાના હ્રદય જીતી લીધા. હાર્દિકે પહેલા બોલિંગ કરતા ત્રણ પાકિસ્તાની ખેલાડીઓને આઉટ કર્યો. ત્યારબાદ તેમણે તોફાની બેટિંગ કરતા ભારતીય ટીમને જીત અપાવી. હાર્દિક પંડ્યાએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને મોટી ભાગીદારી નિભાવી અને ભારતને જીત તરફ લઈ ગયા. તેમણે 17 બોલમાં 33 રન કર્યા. મહેન્દ્ર સિંહ ધોનીના અંદાજમાં જ તેમણે ટીમ ઈન્ડિયાને છગ્ગો ફટકારીને જીત અપાવી. તેમના શાનદાર ખેલ બદલ તેઓ મને ઓફ ધ મેચ બન્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે