Gold Rate Today: સોનાએ એકાએક મારી મોટી છલાંગ, પણ હજું સસ્તામાં સોનું ખરીદવાની તમને તક! જાણો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: ગ્લોબલ બજારોના એક્શન વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજારમાં ભાવ ગઈ કાલે ગગડ્યા હતા પરંતુ આજે ચડી ગયા છે. જ્યારે વાયદા બજારમાં સુસ્તી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉછાળાની અસર શરાફા બજારમાં જોવા મળી રહી છે પરંતુ વાયદા બજારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો.
Trending Photos
ગ્લોબલ બજારોના એક્શન વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજારમાં ભાવ ગઈ કાલે ગગડ્યા હતા પરંતુ આજે ચડી ગયા છે. જ્યારે વાયદા બજારમાં સુસ્તી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉછાળાની અસર શરાફા બજારમાં જોવા મળી રહી છે પરંતુ વાયદા બજારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. જો કે હજુ પણ તમને સસ્તું સોનું લેવાની તક છે. જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સોનું આજે સવારે 33 રૂપિયાના ઘટાડા સાથે 77,378 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો જે કાલે 77,411 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદી આ દરમિયાન 92 રૂપિયાના ઘટાડા સાથે 92,221 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી જે કાલે 92,313 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 700 રૂપિયાના વધારા સાથે 77480 રૂપિયા પર જોવા મળ્યું છે. જે કાલે 76780 પર ક્લોઝ થયું હતું સોનું ગઈ કાલે સવારે 1,580 રૂપિયા તૂટીને 76,556 પર ખુલ્યું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે 1398 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 91,767 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગઈ કાલે તે 90,369 પર ક્લોઝ થઈ હતી. ચાંદીમાં ગઈ કાલે ઓપનિંગ રેટમાં 2,748 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો અને ભાવ 90,153 પર પહોંચ્યો હતો.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે