8 કંપનીઓના IPO પર દાવ લગાવવાની મળશે તક, ખાતામાં પૈસા રાખો તૈયાર, જાણો વિગત

IPO News: નવા સપ્તાહે શેર બજારમાં કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. જાણો કઈ કંપનીના આઈપીઓ ઓપન થશે. પ્રાઇઝ બેન્ડથી લઈને દરેક વિગત...

8 કંપનીઓના IPO પર દાવ લગાવવાની મળશે તક, ખાતામાં પૈસા રાખો તૈયાર, જાણો વિગત

નવી દિલ્હીઃ આગામી સપ્તાહે શેર બજારમાં ઘણા આઈપીઓની એન્ટ્રી થવાની છે. આ કંપનીમાં RNFI Services સહિત અન્ય સામેલ છે. આવો દરેક આઈપીઓ વિશે જાણીએ.

1- RNFI Services IPO
આ આઈપીઓ 22 જુલાઈ 2024ના ખુલશે. કંપનીના આઈપીઓ પર 24 જુલાઈ સુધી દાવ લગાવી શકશો. આ આઈપીઓની સાઇઝ  70.81 કરોડ રૂપિયા છે. કંપની આઈપીઓ દ્વારા 67.44 લાખ શેર જારી કરશે. નોંધનીય છે કે કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 98 રૂપિયાથી 105 રૂપિયા પ્રતિ શેર છે. 

2- SAR Televenture FPO
કંપનીનો એફપીઓ 22 જુલાઈએ ઓપન થશે. તેમાં 24 જુલાઈ સુધી દાવ લગાવી શકો છો. કંપની એફપીઓ દ્વારા 150 કરોડ રૂપિયા ભેગા કરશે. આ એફપીઓની પ્રાઇઝ બેન્ડ 200 રૂપિયાથી 210 રૂપિયા છે. કંપની એફપીઓ દ્વારા 71.43 લાખ શેર જારી કરશે. 

3- VVIP infratech IPO
આ આઈપીઓ 23 જુલાઈ 2024ના ઓપન થશે. ઈન્વેસ્ટરો તેમાં 25 જુલાઈ સુધી દાવ લગાવી શકે છે. કંપની આઈપીઓ દ્વારા 61.21 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 91 રૂપિયાથી 93 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની આઈપીઓ દ્વારા 65.82 લાખ શેર જારી કરશે. 

4. વી એલ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ આઈપીઓ
કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 39 રૂપિયાથી 42 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનો આઈપીઓ 23 જુલાઈએ ખુલશે અને 25 જુલાઈએ બંધ થશે. આ આઈપીઓની સાઇઝ 18.52 કરોડ રૂપિયા છે. 

5. મંગલમ ઇન્ફ્રા એન્ડ એન્જિનિયરિંગ આઈપીઓ
આઈપીઓ 24થી 26 જુલાઈ સુધી ખુલશે. કંપનીના આઈપીઓની સાઇઝ 27.62 કરોડ રૂપિયા છે. આ એસએમઈ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 53 રૂપિયાથી 56 રૂપિયા છે. 

6. ચેતના એજ્યુકેશન આઈપીઓ
કંપનીએ આઈપીઓ માટે 80 રૂપિયાથી 85 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો આઈપીઓ 24થી 26 જુલાઈ સુધી ખુલશે. આઈપીઓ દ્વારા 54 લાખ શેર જારી થશે. આઈપીઓની સાઇઝ 45.90 કરોડ રૂપિયા છે. 

7- Aprameya Engineering IPO
આ આઈપીઓ 25 જુલાઈએ ખુલશે. કંપનીના આઈપીઓ પર દાવ લગાવવા માટે ઈન્વેસ્ટરો પાસે 29 જુલાઈ સુધી તક રહેશે. આઈપીઓ માટે કંપનીએ 56-58 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓ દ્વારા કંપની 29.23 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. 

8- Clinitech Laboratory IPO
આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 96 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓ 25 જુલાઈએ ઓપન થશે અને 29 જુલાઈએ બંધ થશે. આઈપીઓની સાઇઝ 5.78 કરોડ રૂપિયા છે. આઈપીઓ દ્વારા કંપની 6.02 લાખ ફ્રેશ શેર જારી કરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news