Aashram ની સાધ્વી માતાએ સિઝલિંગ ડાન્સથી બધાને કર્યા ઘાયલ, બાબા નિરાલા સાથે થયો હતો પ્રેમ- VIDEO

Aashram’s Sadhvi Mata aka Parinita Seth Sizzling Dance Video: આ વખતે આશ્રમની સાધ્વી માતાએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. 
 

Aashram ની સાધ્વી માતાએ સિઝલિંગ ડાન્સથી બધાને કર્યા ઘાયલ, બાબા નિરાલા સાથે થયો હતો પ્રેમ- VIDEO

નવી દિલ્હીઃ Aashram’s Sadhvi Mata aka Parinita Seth Sizzling Dance Video: એમ એક્સ પ્લેયર પર રિલીઝ થયેલી હિટ વેબ સિરીઝ આશ્રમ  (Aashram) પોતાની રિલીઝ બાદ સતત ચર્ચામાં છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સિરીઝના દરેક કલાકાર અને દરેક પાત્રોને લોકોએ પસંદ કર્યા છે. આશ્રમ સિરીઝમાં સાધ્વી માતાનો રોલ પ્લે કરનારી અભિનેત્રી પરિણીતા સેઠ (Parinita Seth) પર ખુબ લાઇમલાઇટમાં રહે છે. પરિણીતા સેઠ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ વખતે પરિણીતાએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. 

આશ્રમની સાધ્વી માતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી પોતાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બિન્દાસ અંદાજમાં કમર મટકાવે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વાયરલ થયેલ ગીત ટચ ઇટ પર પરિણીતા ડાન્સ કરી રહી છે. 

સાધ્વી માતાનો આ અવતાર લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. સિરીઝમાં સાડી પહેરનારી પરિણીતા વીડિયોમાં વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે. મહત્વનું છે કે આશ્રમમાં પરિણિતા અને બાબા નિરાલાની બોન્ડિંગ લોકોએ ખુબ પસંદ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે પરિણીતા મધુસૂદન ઘી, પંચશીલ ટાવર્સ, યૂરેકા ફોર્બ્સ વેક્યૂમ ક્લીનર, વગેરે જેવી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. તેણે દિલ ક્યા ચાહતા હે માં અભિનય કર્યો, જે સ્ટાર વન પર પ્રસારિત થઈ હતી. 

સાથે તેણે CID માં સબ-ઇન્સ્પેક્ટર કાવેરીના રૂપમાં કેટલાક વર્ષ કામ કર્યું હતું. પરિણીતાએ હમ તુમ સહિત હોલીવુડની ફિલ્મોમાં કેમિયોની ભૂમિકાઓ પણ નિભાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news