એક્સિડન્ટ પછી શબાનાની હાલત થઈ આવી પણ શું થયું ડ્રાઇવરનું? થયો ચોંકાવનારો ખુલાસો

બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેમની કારનો એક્સિડન્ટ થયો હતો. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી.

Updated By: Jan 20, 2020, 10:18 AM IST
એક્સિડન્ટ પછી શબાનાની હાલત થઈ આવી પણ શું થયું ડ્રાઇવરનું? થયો ચોંકાવનારો ખુલાસો

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેમની કારનો એક્સિડન્ટ થયો હતો. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં તેઓને ઈજા પહોંચી છે અને તેની તસવીરો વાયરલ થઈ હતી. આ ઘટના પછી શબાના ડ્રાઇવરનું શું થયું એ વિશે બધાને ભારે ઉત્સુકતા હતી અને હવે આ મામલામાં ખુલાસો થયો છે.

VIDEO: અનુપમ ખેરે વ્યક્ત કરી કાશ્મીરી પંડિતોની વ્યથા, આપવીતી સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો

આ મામલામાં ટ્રક ડ્રાઇવરે એક્ટ્રેસના ડ્રાઇવર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવીને રૈશ ડ્રાઇવિંગની ફરિયાદ કરી છે. ખાલાપુર થાણામાં નોંધાયેલી પરિયાદ પ્રમાણે ટ્રક ડ્રાઇવરનો આરોપ છે કાર ડ્રાઇવરના આડેધડ ડ્રાઇવિંગને કારણે કારનો ટ્રક સાથે અકસ્માત થયો છે. એફઆઇઆર પ્રમાણે આ એક્સિડન્ટ માટે ડ્રાઇવરની બેદરકારી જવાબદાર છે. 

માથું, ગરદન, આંખ સહિત અનેક ભાગોમાં શબાનાને પહોંચી ઈજા, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

આ અકસ્માતમાં શબાના માથા, ગરદન, સર્વાઇકલ સ્પાઇન, ચહેરા અને આંખ પર ઇજા પહોઁચી છે. હાલમાં શબાનાની હાલત સ્થિર છે અને તેમને મુંબઈની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં અનિલ કપૂર, તબુ અને અનિલ અંબાણી જેવા સ્ટાર્સ તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...