ભાજપનું સુકાન હવે જે પી નડ્ડાના હાથમાં, બનશે પાર્ટીના નવા અધ્યક્ષ

ભાજપનું (BJP) સુકાન હવે પાર્ટીના વરિષ્ઠ નેતા જે પી નડ્ડાના (J P Nadda) હાથમાં આવ્યું છે. દેશમાં ભાજપને નવી ઉંચાઇએ લઇ જનાર અમિત શાહનો (Amit Shah) કાર્યકાળ પૂર્ણ થતાં એમના સ્થાને જે પી નડ્ડાને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના નેતા જે પી નડ્ડા આજે સાંજે પોતાનો ચાર્જ સંભાળશે

ભાજપનું સુકાન હવે જે પી નડ્ડાના હાથમાં, બનશે પાર્ટીના નવા અધ્યક્ષ

નવી દિલ્હી : ભાજપનું સુકાન હવે પાર્ટીના વરિષ્ઠ નેતા જે પી નડ્ડાના હાથમાં આવ્યું છે. દેશમાં ભાજપને નવી ઉંચાઇએ લઇ જનાર અમિત શાહનો કાર્યકાળ પૂર્ણ થતાં એમના સ્થાને જે પી નડ્ડાને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના નેતા જે પી નડ્ડા આજે સાંજે પોતાનો ચાર્જ સંભાળશે. 

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સર્વાનુમતે એમની વરણી થશે એવું માનવામાં આવી રહ્યું છે. ભાજપમાં અધ્યક્ષ પદે સર્વાનુમતે વરણી કરવાની પરંપરા ચાલી આવી છે. કહેવાય છે કે આ વખતે પણ આવું જ થશે. 

जेपी नड्डा ने भरा बीजेपी अध्यक्ष पद के लिए नामांकन, निर्विरोध चुना जाना तय

જેપી નડ્ડા અમિત શાહનું સ્થાન લેશે કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી આ સ્થાન શોભાવતા હતા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહના કાર્યકાળને સોનેરી માનવામાં આવે છે. આ દરમિયાન એમણે પાર્ટીને સફળતાની ઉંચાઇ પર પહોંચાડી છે. ભાજપે જ્યાં પણ ચૂંટણી લડી ત્યાં મહત્તમ જીત પ્રાપ્ત કરી હતી. 

દિલ્હી ચૂંટણી પહેલો પડકાર
નડ્ડા સામે શાહનો શાનદાર રેકોર્ડ મોટો છે ત્યાં દિલ્હી ચૂંટણી વધુ એક પડકાર બની રહેશે. અહીં નોંધનિય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની અગાઉ કારમી હાર થઇ હતી. પાર્ટીએ માત્ર ત્રણ જ બેઠકો જીતી હતી. 

ઉત્તરપ્રદેશમાં બતાવી હતી કમાલ
જે પી નડ્ડા વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં સક્રિય રહ્યા છે અને આરએસએસ સાથે પણ ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં નડ્ડા ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રભારી હતા. રાજકીય રીતે ઉત્તરપ્રદેશમાં એસપી અને બીએસપી મહાગઠબંધન સામે લડત આપવી એ ભાજપ માટે પડકારરૂપ હતું. જોકે નડ્ડાએ એ કામગીરી બખૂબી રીતે પાર પાડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ભારતના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news