'Mission Mangal' movie review : કેવી છે અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ? જાણો

આજે અક્ષયકુમાર અને વિદ્યા બાલનને મુખ્ય રોલમાં ચમકાવતી મિશન મંગલ રિલીઝ થઈ છે. 

'Mission Mangal' movie review : કેવી છે અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ? જાણો

મુંબઈ : આજે અક્ષયકુમાર અને વિદ્યા બાલનને મુખ્ય રોલમાં ચમકાવતી મિશન મંગલ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં મહિલાઓના પાવરની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, કિર્તી કુલ્હારી અને નિત્યા મેનનનો મહત્વનો રોલ છે અને એમાં તમામ મહિલાઓને તક આપવામાં આવી છે. 

  • ફિલ્મ : 'Mission Mangal'
  • કલાકારો : Akshay Kumar, Vidya Balan, Sonakshi Sinha, Taapsee Pannu, Kirti Kulhari; Nithya Menen, Sharman Joshi, HG Dattatreya
  • ડિરેક્ટર : Jagan Shakti 
  • IANS Rating: **& 1/2 (two and half stars)

શું છે વાર્તા ?
ફિલ્મની શરૂઆત વર્ષ 2010થી થાય છે. ઈસરોના જાણીતા સાયન્ટિસ્ટ તથા મિશન ડિરેક્ટર રાકેશ ધવન (અક્ષયકુમાર) તથા પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે (વિદ્યા બાલન)સાથે મળીને જીએસએલવી સી 39 નામના મિશનથી રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જાય છે. જેને કારણે રાકેશની ટ્રાન્સફર ઈસરોના અશક્ય લાગતા માર્સ પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સિવાય મુસીબતમાં વધારો કરવા માટે રાકેશ તથા તારા શિંદેને માર્સ પ્રોજેક્ટ માટે બિન-અનુભવી એકા ગાંધી, નેહા સિદ્દીકી, કૃતિકા અગ્રવાલ, વર્ષા પિલ્લાઈ, પરમેશ્વર નાયડુ તથા નિવૃત્તિની નજીક પહોંચેલા અનંત અયંગરની ટીમ આપે છે. શરૂઆતમાં બજેટ 800 કરોડનું હોય છે. જોકે, પછી અચાનક જ અડધું બજેટ કરી દેવામાં આવે છે. એકા, કૃતિકા, વર્ષા તથા પરમેશ્વર અંગત જીવનમાં ફસાયેલી છે. આ તમામ મુશ્કેલીઓને પાર કરીને આખરે ટીમ મિશન મંગલને ન્યાય આપે છે. 

કેવો છે રિસ્પોન્સ?
જગન શક્તિ ડિરેક્ટેડ આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને શર્મન જોશી લીડ રોલમાં છે. ટ્રેડના નિષ્ણાતોને આ ફિલ્મથી ખૂબ જ આશાઓ છે. ખાસ કરીને ફિલ્મમાં ઈસરોની સફળતાની વાત છે, અને ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે, ત્યારે આશા વધારે છે. નિષ્ણાતોનું માનવું છે કે મિશન મંગલ પહેલા જ દિવસે 25થી 30 કરોડની કમાણી કરી શકે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ મોટા પ્રમાણમાં થઈ ચૂક્યુ છે. આ પહેલા સ્વતંત્રતા દિવસે રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મો સારુ કલેક્શન કરતી આવી છે.

કેવી છે ફિલ્મ?
ફિલ્મના પહેલા હાફમાં પેસ જળવાયેલી રહે છે પણ પછી ફિલ્મ થોડીથોડી ઢીલી પડે છે. ફિલ્મનો ટેમ્પો બનાવવા માટે ટીમના સભ્યોના અંગત જીવનનો અહેવાલ આપવામાં મિશનનો થોડા અંશે ભોગ લેવાઈ જાય છે. ફિલ્મમા ઘણા બધા સબ પ્લોટ છે જેના કારણે તમામ સ્ટોરી લાઇનને યોગ્ય ન્યાય નથી આપી શકાયો. જોકે આમ છતાં જગન શક્તિ અને ફિલ્મના સહલેખકો મળીને ઘણાબધા અંશે બાજી સંભાળી શક્યા છે.

કેવી છે એક્ટિંગ?
અક્ષયકુમારીની ઇમેજ દેશભક્ત હીરો તરીકેની છે અને આ ફિલ્મમાં તેણે ઇમેજને છાજે એવું કામ કર્યું છે. ફિલ્મમાં અક્ષયકુમારને મહત્તમ ફુટેજ મળ્યું હોવા છતાં મહિલા પાત્રોને પણ દમદર એક્ટિંગ કરી છે. ફિલ્મના મહિલા કલાકારો મજબૂત છે અને એની સીધી અસર એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં જોવા મળે છે. શર્મન જોશી અને નેશનલ અવોર્ડ વિજેતા એચ. જી. દત્તાત્રેયે પણ પાત્રને અનુરૂપ કામ કર્યું છે. 

જોવાય કે નહીં?
જો તમે 15 ઓગસ્ટના દિવસે દેશભક્તિથી છલકાતી ફિલ્મ જોવાના મૂડમાં હો તો ચોક્કસ આ ફિલ્મ જોઈ શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news