Akshay Kumar ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' આ દેશોના સિનેમાઘરોમાં પણ થશે રિલિઝ

બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાણી (Kiara Advani)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ની જોરદાર ચર્ચા થઇ રહી છે.

Akshay Kumar ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' આ દેશોના સિનેમાઘરોમાં પણ થશે રિલિઝ

નવી દિલ્હી: બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાણી (Kiara Advani)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ની જોરદાર ચર્ચા થઇ રહી છે. રાઘવ લોરેન્સના નિર્દેશનમાં બનેલી 'લક્ષ્મી બોમ્બ' દિવાળી પર એટલે 9 નવેમ્બર 2020ના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ રહી છે. 'લક્ષ્મી બોમ્બ'ની રાહ જોઇ રહેલા લોકો માટે મોટી ખુશખબરી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મેકર્સ 9 નવેમ્બરના રોજ 'લક્ષ્મી બોમ્બ'ને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સાથે-સાથે સિનેમાઘરોમાં પણ રિલીઝ કરવામાં આવશે. 

થિએટર્સમાં પણ રિલીઝ થશે ફિલ્મ
હવે અક્ષય કુમાર અને કિયારા અડવાનીની અપકમિંગ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ને દર્શક સીધા સિનેમાઘરમાં પણ જોઇ શકશે. જોકે તેમાં એક ટ્વિસ્ટ છે. 'લક્ષ્મી  બોમ્બ'ના મેકર્સ પોતાની ફિલને ફક્ત તે દેશોના સિનેમાઘરમાં રિલીઝ કરશે. જ્યાં સ્થિતિ સારી થઇ ચૂકી છે. તે દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા, યૂએઇ અને ન્યૂઝિલેન્ડના નામ સામેલ છે. જો તમે ભારતમાં રહો છો અને 'લક્ષ્મી બોમ્બ'ને સિનેમાઘરમાં જોવાનું સપનું જોઇ રહ્યા છો. તો તમને થોડો આંચકો જરૂર લાગી શકે છે. આપણા દેશમાં અત્યારે પણ કોરોના કહેર ઓછો થયો નથી. જેના લીધે અક્ષય કુમારની ફિલ્મ અહીંના થિયેટર્સમાં રિલીઝ થશે નહી. 

— Fox Star Hindi (@foxstarhindi) September 30, 2020

તમિલ હિટ 'કંચના'નું રીમેક
તમને જણાવી દઇએ કે 'લક્ષ્મી બોમ્બ' તમિલ ફિલ્મ 'કંચના'નું રીમેક છે. અભિનેતા 'લક્ષ્મી બોમ્બ'માં એક ટ્રાંસજેંડરના પાત્ર સાથે પોતાના પ્રશંસકોને સરપ્રાઇઝ આપવા માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news