Yamla Pagla Deewana ફેમ, ટીવી અને Web Series માં દમદાર અભિનય કરનાર અભિનેતા અમિત મિસ્ત્રીનું નિધન

બોલીવુડ અને ટીવીના અનેક સિતારાઓએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતા કરણ વી ગ્રોવરે લખ્યું - અમિત મિસ્ત્રીના અચાનક નિધનના સમાચારથી આઘાતમાં છું. કુબ્રા સેતે લખ્યું- તમને બહુ યાદ કરીશું, પરિવારને સંવેદના.

Yamla Pagla Deewana ફેમ, ટીવી અને Web Series માં દમદાર અભિનય કરનાર અભિનેતા અમિત મિસ્ત્રીનું નિધન

મુંબઈ: ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા અમિત મિસ્ત્રી (Amit Mistry)નું આજે નિધન થયું. મૃત્યુનું કારણ હાર્ટ અટેક બતાવવામાં આવી રહ્યું છે. અભિનેતાએ અનેક ટીવી સીરિયલ, બોલીવુડ ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું હતું. અણિત મિસ્ત્રી હાલમાં તેનાલી રામા અને મેડમ સમર જેવા ટીવી શોમાં કામ કરતા જોવા મળ્યા હતા. અમિત મિસ્ત્રીએ યમલા પગલા દીવાના, શોર ઈન ધ સિટી અને બંદિશ બેન્ડિટ્સ જેવી અનેક વેબ સીરિઝમાં પણ કામ કર્યું હતું.

No description available.

મેનેજરે આપી જાણકારી:
અમિત મિસ્ત્રી (Amit Mistry) ના મેનેજર મહર્ષિ દેસાઈએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે - હું સંપૂર્ણ રીતે આઘાતમાં છું. તે એકદમ સ્વસ્થ હતા. પોતના ઘરમાં જ હતા. તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાની ફરિયાદ પણ કરી ન હતી. નાસ્તો કર્યા પછી તેમને છાતીમાં દુખાવો થયો અને આ હાર્ટ અટેક હતો. તેમનો પરિવાર તેમને હોસ્પિટલ પણ લઈ જઈ શક્યો નહીં. મનોરંજન ઉદ્યોગ માટે તેમના જેવા અભિનેતાને ગુમાવવો એક મોટી ક્ષતિ છે અને હું તેમને બહુ યાદ કરીશ.

અનેક ફિલ્મોમાં અભિનેતાએ કર્યું કામ:
અમિત મિસ્ત્રી (Amit Mistry)એ અનેક ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું. સની દેઓલની સાથે સિંહ સાહબ ધ ગ્રેટમાં પણ અભિનય કર્યો હતો. તેમના મિત્રો અને શુભચિંતકોએ તેમના અચાનક નિધનથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ઈ-ટાઈમ્સમાં છપાયેલા એક સમાચાર પ્રમાણે તેમના મિત્ર અને નિર્માતા માહિર ખાન, જેમણે હાલમાં જ તેમની સાથે વાત કરી હતી. તેમનું કહેવું છેકે જ્યારે અમે તેમની સાથે છેલ્લી વખત વાત કરી હતી. ત્યારે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા. દફા 420 અને સાવધાન ઈન્ડિયા જેવા શોમાં બંનેએ સાથે કામ કર્યું હતું.

CINTAAએ દુખ વ્યક્ત કર્યું:
ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA)એ અભિનેતાના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું છે. તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી અમિતને ટ્રિબ્યુટ આપવામાં આવ્યું છે. અને ફેન્સને જણાવવામાં આવ્યું છે કે તે 2004થી સભ્ય હતા. બોલીવુડ અને ટીવીના અનેક સિતારાઓએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતા કરણ વી ગ્રોવરે લખ્યું - અમિત મિસ્ત્રીના અચાનક નિધનના સમાચારથી આઘાતમાં છું. કુબ્રા સેતે લખ્યું- તમને બહુ યાદ કરીશું, પરિવારને સંવેદના.

અભિનેતાએ ક્યા કહના, 99, શોર ઈન ધ સિટી, યમલા પગલા દીવાના, એ જેન્ટલમેન, બે યાર, ગલી ગલી ચોર હૈ, એક ચાલીસ કી લાસ્ટ લોકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તે બંદિશ  બેન્ડિટ્સ નામની વેબ સિરીઝમાં પણ જોવા મળ્યા હતા. જેમાં તે દેવેન્દ્ર રાઠોડના રોલમાં હતા. જે નસીરુદ્દીન શાહના પુત્રનો રોલ હતો. અમિતે ટીવી શોમાં પણ કામ કર્યું હતું. તે સાત ફેરો કી હેરા ફેરી, વોહ, યે દુનિયા હૈ રંગીન, શુભ મંગલ સાવધાનમાં કામ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news