Rihanna: અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતા કરતા રિહાના ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની, કપડાં ફાટી ગયા, Photos

Rihanna Wardrobe Malfunction: પુત્રની જિંદગીની આ પળોને ખાસ બનાવવા માટે મુકેશ અંબાણીએ દેશ વિદેશમાંથી વીવીઆઈપી હસ્તીઓને બોલાવ્યા છે. પોપ સિંગર રિહાનાએ પણ ગઈ કાલે જામનગરમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું. પણ રિહાના ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની.

Rihanna: અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતા કરતા રિહાના ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની, કપડાં ફાટી ગયા, Photos

Rihanna Suffers Wardrobe Malfunction: મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના જુલાઈમાં લગ્ન છે પરંતુ તેની પ્રી વેડિંગ સેરેમની હાલ ગુજરાતના જામનગરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. પુત્રની જિંદગીની આ પળોને ખાસ બનાવવા માટે મુકેશ અંબાણીએ દેશ વિદેશમાંથી વીવીઆઈપી હસ્તીઓને બોલાવ્યા છે. પોપ સિંગર રિહાનાએ પણ ગઈ કાલે જામનગરમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું. અનંત અંબાણીના પ્રી વેડિંગ સમારોહમાં પરફોર્મ કરવા માટે રિહાનાએ તગડી ફી પણ લીધી છે. પરંતુ આમ છતાં એક એવી ઘટના ઘટી ગઈ. રિહાના ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની અને આ સાથે તે પરફોર્મન્સ દરમિયાન જે વ્યક્તિના ત્યાં પરફોર્મ કરવા માટે કરોડો રૂપિયા લીધા તેનું નામ પણ બરાબર ન બોલી શકી. 

No description available.

ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની
રિહાનાએ સમગ્ર અંબાણી પરિવાર સાથે ડાન્સ પણ કર્યો. જેની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેણે કોકેટલ પાર્ટીમાં નીતા અંબાણી અને રાધિકા સાથે પણ જબરદસ્ત ડાન્સ કર્યો. જો કે આ દરમિયાન રિહાનાના કપડાં પણ ફાટી ગયા પણ આમ છતાં તે અટકી નહીં અને પોતાની મસ્તીમાં જ ડાન્સ કરતી રહી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hanna (@rihannasbiiitch)

રાધિકાનું નામ બોલતા ન ફાવ્યું
વાત જાણે એમ છે કે રિહાના જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ત્યારે તેણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને લગ્ન માટે શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ ઈન્ડિયા બોલાવવા બદલ અંબાણી પરિવારનો આભાર માન્યો.  તે વખતે રાધિકાનું નામ ખોટી રીતે બોલતા રિહાનાએ તેને 'રાદિકી' નામથી સંબોધી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેને એક પાપારાઝીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

No description available.

 

અંબાણી પરિવારનો આભાર માન્યો
વીડિયોમાં રિહાના કહી રહી છે કે મારા માટે અહીં હોવું એ સન્માનની વાત છે. હું અંબાણી પરિવારનો આભાર માનું છું. હું ક્યારેય ઈન્ડિયા આવી નથી. અનંત અને રાદિકી મને અહીં લાવ્યા, આભાર. આ વીડિયો પર ફેન્સના ખુબ રિએક્શન આવી રહ્યા છે. 

લીધી આટલી ફીસ
જો કે તમને જણાવી દઈએ કે રિહાનાએ આ પ્રોગ્રામમાં ડાન્સ કરવા માટે 5 મિલિયન ડોલર (લગભગ 41 કરોડ રૂપિયા) લીધા છે. કોકટેલ નાઈટ એક માર્ચના રોજ હતી અને બીજા દિવસે એટલે કે 2 માર્ચના રોજ રિહાા પાછી જતી રહી જ્યારે પ્રી વેડિંગ ફંક્શન હજુ બે દિવસ ચાલશે. 

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news