Anupama: અનુપમામાં મોટી ઉથલપાથલ થવાની છે? સેલિબ્રેશનના Photos થી મળ્યો મોટો સંકેત

ટીવી શો અનુપમા (Anupama) માં જલદી એકવાર ફરીથી પરિવાર સાથે મસ્તી કરતો જોવા મળશે. જો કે આવું હંમેશા માટે નહીં રહે કારણ કે જલદી શોમાં બાપુજી અને બાના લગ્નની 50મી વર્ષગાંઠને ઉજવવા માટે આખો પરિવાર એકજૂથ થશે પરંતુ સામે આવેલી તસવીરોથી એક મોટા ષડયંત્રનો ઈશારો મળી રહ્યો છે. 

Updated By: Nov 30, 2021, 09:17 AM IST
Anupama: અનુપમામાં મોટી ઉથલપાથલ થવાની છે? સેલિબ્રેશનના Photos થી મળ્યો મોટો સંકેત

નવી દિલ્હી: ટીવી શો અનુપમા (Anupama) માં જલદી એકવાર ફરીથી પરિવાર સાથે મસ્તી કરતો જોવા મળશે. જો કે આવું હંમેશા માટે નહીં રહે કારણ કે જલદી શોમાં બાપુજી અને બાના લગ્નની 50મી વર્ષગાંઠને ઉજવવા માટે આખો પરિવાર એકજૂથ થશે પરંતુ સામે આવેલી તસવીરોથી એક મોટા ષડયંત્રનો ઈશારો મળી રહ્યો છે. 

કાવ્યા રંગમાં ભંગ પાડશે
અસલમાં આ ખાસ અપકમિંગ એપિસોડની તસવીરો હાલ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આખો પરિવાર એક સાથે છે પરંતુ કાવ્યા ક્યાંય જોવા મળી રહી નથી. તો શું કાવ્યા પરિજનોથી નારાજ થઈને ક્યાંક જતી રહી છે. કે પછી તે આ રંગમાં ભંગ પાડવા માટે કોઈ ષડયંત્ર રચી રહી છે?

પરિવાર ફરીથી એક સાથે
આ સવાલનો જવાબ તો ત્યારે જ મળશે જ્યારે આ ખાસ એપિસોડ ટીવી પર પ્રસારિત થશે. જ્યાં સુધી બા અને બાપુજીના લગ્નની વર્ષગાંઠનો સવાલ છે તો આ ખાસ અવસરે આ કપલ એકવાર ફરીથી એવી જ રીતે તૈયાર થશે જે રીતે પોતાના લગ્ન સમયે તૈયાર થયું હતું. એટલું જ નહીં લગ્નની 50મી વર્ષગાંઠ ઉજવવા માટે મહેમાનો પણ એ જ રીતે તૈયાર થયેલા જોવા મળશે. 

ફેન્સને અનુપમાના લગ્નનો છે ઈન્તેજાર
અત્રે જણાવવાનું કે ટીવી શો અનુપમા ટીઆરપી લિસ્ટમાં સતત પહેલા ક્રમે બિરાજમાન  છે. શોની કહાનીમાં આવતા ઉતાર ચડાવથી દર્શકોની આતુરતા જળવાઈ રહી છે. લાંબા સમય સુધી ઘરમાં ઝઘડા બાદ આખરે અનુપમા શાહ હાઉસ છોડીને જતી રહી અને હવે તે અનુજની નજીક આવતી જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે અનુપમા અને અનુજ લગ્નના તાંતણે ક્યારે બંધાય છે. દર્શકો તો આતુરતાથી આ બંનેના એક થવાની રાહ જોઈ બેઠા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube