સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્યનું 35 વર્ષની ઉંમરમાં નિધન


ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થઈ ગયું છે. તેઓ 35 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસથી કિડની સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. 
 

સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્યનું 35 વર્ષની ઉંમરમાં નિધન

નવી દિલ્હીઃ ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનુ નિધન થઈ ગયું છે. તેઓ 35 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી આદિત્ય કિડની સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. સંગીત જગત માટે આ દુખદ સમાચાર છે. કિડની ફેલ થવાને કારણે આદિત્યનું નિધન થયું છે. આદિત્યના જવાથી પૌડવાલ પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. 

વર્ષ 2020 અનેક રીતે દુખદાયક સાબિત થઈ રહ્યું છે. એક તરફ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. તો એક બાદ એક સેલિબ્રિટી અને દિગ્ગજ પર્સનાલિટીની વિદાય લોકોને નિરાશ કરી રહી છે. હવે ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું 35 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. આ વાતની જાણકારી સિંગર-મ્યૂઝિશિયન શંકર મહાદેવને આપી છે. 

શંકર મહાદેવને ઇન્સ્ટાગ્રામ પર આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા લખ્યુ- આ ખબર સાંભળીને દિલ તૂટી ગયું. આદિત્ય પૌડવાલ આ દુનિયામાં રહ્યો નથી. મને હજુ પણ આ સમાચાર પર વિશ્વાસ આવી રહ્યો નથી. શું ગજબના સંગીતકાર અને સારા વ્યક્તિ હતા તે. બે દિવસ પહેલા જ મેં એક ગીત ગાયુ હતું જેનું પ્રોગ્રામિંગ તેમણે કર્યું હતું. હવે અચાનક આ સમાચાર મળતા દિલ તૂટી ગયું છે. હું તને ખુબ પ્રેમ કરુ છું ભાઈ, તારી યાદ આવશે. મહત્વનું છે કે પૌડવાલ પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 

A post shared by Shankar Mahadevan (@shankar.mahadevan) on

70ના દાયકાથી ફિલ્મોમાં સક્રિય છે અનુરાધા પૌડવાલ
અનુરાધા પૌડવાલનીવાત કરીએ તો તેઓ 70ના દાયકાથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. 1973થી તેઓ ઇન્ડસ્ટ્રીમાં ગીત ગાય રહ્યાં છે. તેમને ભક્તિ ગીત માટે ઓળખવામાં આવે છે. તેમના ઘણા આલબમ સુપરહિટ રહ્યાં છે. બોલીવુડમાં પણ તેઓ અભિમાન, લહૂ કે દો રંગ, અમર દીપ, એક દૂજે કે લિયે, રંગ બિરંગી, સૌતન, નગીના, સંસાર, ઇંસાફ, તેજા, આવરગી, સ્વર્ગ, દિલ, આશિકી, બેટા, મેલા, રિશ્તે, જૂલી, જમીર અને કલયુગ જેવી ફિલ્મોમાં ગીત ગાય ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news