પાર્ટીમાં અર્જુન કપૂરના ખોળામાં બેસેલી દેખાઈ મલાઇકા અરોરા ! જોવા કરો ક્લિક

બોલિવૂડની સ્ટાર કરિના કપૂર ખાને બેસ્ટ ફ્રેન્ડ અમ્રિતા અરોરા તેમજ મલાઇકા અરોરા ખાન સાથે પાર્ટીની મજા માણી હતી

પાર્ટીમાં અર્જુન કપૂરના ખોળામાં બેસેલી દેખાઈ મલાઇકા અરોરા ! જોવા કરો ક્લિક

મુંબઈ : બોલિવૂડની સ્ટાર કરિના કપૂર ખાને બેસ્ટ ફ્રેન્ડ અમ્રિતા અરોરા તેમજ મલાઇકા અરોરા ખાન સાથે પાર્ટીની મજા માણી હતી. આ પાર્ટી મહિપ કપૂરે હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં લવબર્ડ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાએ હાજરી આપી હતી. તેઓ સતત સાથે જ રહ્યા હતા. આ પાર્ટીમાં સીમા ખાન અને સોફી ચૌધરી પણ હાજર હતા.કરિનાએ બ્લેક ચમકતો ડ્રેસ અને હાઇ હિલ પહેરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું તો મલાઇકા અરોરા-અર્જુન કપૂરની નિકટતાએ બધાને બોલતી બંધ કરી દીધી હતી. આ પાર્ટીની તસવીરમાં મલાઇકા સ્પષ્ટ રીતે અર્જુનના ખોળામાં બેઠી હોય એમ લાગે છે. વર્ષો સુધી પોતાના સંબંધોને સિક્રેટ રાખ્યા પછી અર્જુન અને મલાઇકા હવે સાથે જાહેરમાં દેખાતા થયા. આ જોડી હવે આવતા વર્ષે લગ્ન કરવાની છે એવી પણ ચર્ચા છે. 

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા જ્યારથી લેકમે ફેશન વિકમાં એકસાથે જોવા મળ્યા છે ત્યારથી તેમની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે. હાલમાં તો એવા સમાચાર આવ્યા હતા કે આ પ્રેમી જોડી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જોકે હવે ખબર પડી છે કે આ વાત ખોટી છે. હાલમાં ડીએનએમાં આવેલા સમાચાર પ્રમાણે હાલમાં અર્જુન અને મલાઇકા એકબીજા સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે પણ બંનેનું હાલમાં લગ્ન કરવાનું કોઈ પ્લાનિંગ નથી.

આ મામલે અર્જુનની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી છે કે અર્જુન પોતાની બહેન અંશુલાના લગ્ન પછી જ પોતાના લગ્ન વશે વિચારશે. મલાઇકા અને અર્જુન હાલમાં પોતાનો સમય એન્જોય કરી રહ્યા છે. હાલમાં અર્જુન પાસે ઘણી ફિલ્મોની તેમજ મલાઇકા પાસે ટીવી શોની ઓફર છે. આ સંજોગોમાં હજી તેઓ એકબીજાને ઓળખવા માગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news