બાંદ્રા કોર્ટે આપ્યા કંગના રનૌત વિરૂદ્ધ FIRના આદેશ, જાણો શું છે આરોપ

બાંદ્રા મજિસ્ટ્રેટ કોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) સામે એફઆઇઆર નોંધવાના આદેશ આપ્યા છે. કંગના પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ છે. અરજીકર્તાએ કંગનાના ટ્વીટ અને આપેલા નિવેદનમાં હિન્દૂ કલાકારો અને મુસ્લિમ કલાકારોમાં વેચવા, સામાજિક દ્વેષ ફેલાવવાનો આરોપ લગાવતા ફરિયાદ કરી હતી, ત્યારબાદ કોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.
બાંદ્રા કોર્ટે આપ્યા કંગના રનૌત વિરૂદ્ધ FIRના આદેશ, જાણો શું છે આરોપ

મુંબઇ: બાંદ્રા મજિસ્ટ્રેટ કોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) સામે એફઆઇઆર નોંધવાના આદેશ આપ્યા છે. કંગના પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ છે. અરજીકર્તાએ કંગનાના ટ્વીટ અને આપેલા નિવેદનમાં હિન્દૂ કલાકારો અને મુસ્લિમ કલાકારોમાં વેચવા, સામાજિક દ્વેષ ફેલાવવાનો આરોપ લગાવતા ફરિયાદ કરી હતી, ત્યારબાદ કોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.

અરજીકર્તાએ લગાવ્યો હતો આ આરોપ
આ ફરિયાદ મુનવ્વર ઉર્ફ સાહિલ અશરફ સૈયદ નામના વ્યક્તિએ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી કંગના અને તેની બહેન રંગોલી (Rangoli chandel) તેમના ટ્વીટ દ્વારા બોલીવુડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિશે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરે છે, પરંતુ બાંદ્રા પોલીસે તેની નોંધ લીધી નથી. જણાવી દઇએ કે, મુનવ્વર અલી કાસ્ટિંગ ડાયરેક્ટર રહી ચુક્યા છે અને ફિટનેશ ટ્રેનર પર છે.

બાંદ્રા પોલીસ સ્ટેશનમાં 2 વખત લખાવી હતી ફરિયાદ
અરજીકર્તાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં 16 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના ફરિયાદ લખાવી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ત્યારબાદ તેણે કોર્ટમાં ફરિયાદ કરી. જેને લઇને કોર્ટે સીઆરપીસીની કલમ 156 (3) અંતર્ગત એફઆઇઆર અને તપાસના આદેશ આપ્યા છે.

કંગનાની આ ટ્વીટનો ફરિયાદમાં ઉલ્લેખ
ફરિયાદમાં સાહિલે ઘણી ટ્વીટ્સનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, કંગનાએ ટ્વીટ કરી બોલીવુડની છબી ખરાબ કરી છે. જેમાં તેણે બોલીવુડને ગંજેડી, ભાઈ- ભત્રિજાવાદ, બાયસ્ડ અને હત્યારા કહ્યાં છે. આ ઉપરાંત તેણે કહ્યું કે, તે બનાવટી રીતે તેમના ટ્વીટમાં ઘર્મનો ઉલ્લેખ કરે છે. જેમ કે, પાલઘરના સાધુઓની હત્યા વિશે વાત કરે છે અને બીએમસીને બાબરની સેના કહે છે.

સાહિલે ફરિયાદમાં જ કંગનાને જમાતિયોને કોરોના ફેલાવવા માટે જવાબદાર ગણાવ્યા છે. ટ્વીટ કરી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની છબી અને ગરિમાને ઠેસ પહોંચાડી છે. મુંબઇને પાક અધિકૃત કાશ્મીર (PoK) કહ્યું, ઇસ્લામને ફિલ્મ બિઝનેસથી કોઈ લેવા દેવા નથી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હિન્દૂ તેમજ મુસ્લિમોને ડિવાઇડ કરે છે.

ફરિયાદકર્તાએ કંગનાની બહેન રંગોલી ચંદેલ Rangoli chandel)નો ઉલ્લેખ કરતા ફરિયાદમાં કહ્યું કે, રંગોલીએ ટ્વીટ કર્યું હતું કે, મુલ્લા અને સેક્યુલર મીડિયાને નાઝીની જેમ લાઈનમાં ઉભા કરી દેવા જોઇએ. ભલે ઇતિહાસમાં અમને નાઝી (ડિક્ટેટર) કહેવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news