જૂની બોટલમાં નવા દારૂ જેવો લાગતા Bhootનો Review વાંચીને ટિકીટ ખરીદજો

એક સમય હતો, જ્યારે બોલિવુડમાં હોરર ફિલ્મો બોક્સ ઓફિસ પર યાદગાર કલેક્શન કરતી હતી. તો હવે જ્યારે વર્ષો બાદ ધર્મા જેવું મોટું પ્રોડક્શન હાઉસ વિક્કી કૌશલ (Vicky Kaushal) જેવા મોટા સ્ટારની સાથે આ વિષય પર ફિલ્મ લઈને આવે છે, તો દર્શકોની આશા વધી જાય છે. થ્રિલર કહાની અને જૂની શિપનો સંબંધ હવે હોલિવુડથી બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. ફિલ્મ ભૂત ધ હોન્ટેડ શિપ (Bhoot The Haunted Ship) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રિવ્યૂમાં અમે તમને બતાવીશું કે, વિક્કી કૌશલ અને ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) ની આ ફિલ્મ તમને કેટલી ડરાવી શકે છે. 

Updated By: Feb 21, 2020, 05:46 PM IST
જૂની બોટલમાં નવા દારૂ જેવો લાગતા Bhootનો Review વાંચીને ટિકીટ ખરીદજો

ઝી મીડિયા/બ્યૂરો :એક સમય હતો, જ્યારે બોલિવુડમાં હોરર ફિલ્મો બોક્સ ઓફિસ પર યાદગાર કલેક્શન કરતી હતી. તો હવે જ્યારે વર્ષો બાદ ધર્મા જેવું મોટું પ્રોડક્શન હાઉસ વિક્કી કૌશલ (Vicky Kaushal) જેવા મોટા સ્ટારની સાથે આ વિષય પર ફિલ્મ લઈને આવે છે, તો દર્શકોની આશા વધી જાય છે. થ્રિલર કહાની અને જૂની શિપનો સંબંધ હવે હોલિવુડથી બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. ફિલ્મ ભૂત ધ હોન્ટેડ શિપ (Bhoot The Haunted Ship) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રિવ્યૂમાં અમે તમને બતાવીશું કે, વિક્કી કૌશલ અને ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) ની આ ફિલ્મ તમને કેટલી ડરાવી શકે છે. 

નમસ્તે ટ્રમ્પ : ટ્રમ્પના રોડ શોનો સમય ટૂંકાવી દેવાયો, મોટેરામાં ઉભી કરાઈ ઈમરજન્સી હોસ્પિટલ

  • ફિલ્મ - ભૂત ધ હોન્ટેડ શિપ
  • સ્ટાર રેટિંગ - 2.5-/5
  • કાસ્ટ - વિક્કી કૌશલ, ભૂમિ પેંડનેકર, આશુતોષ રાણા
  • ડાયરેક્ટર - ભાનુ પ્રતાપ સિંહ
  • નિર્માતા - કરણ જૌહર (ધર્મા પ્રોડક્શન) 

શિલ્પા શેટ્ટીના ઘરે બીજીવાર પારણું બંધાયું, નાનકડી દીકરી બની મહેમાન

આ છે સ્ટોરી
શિપિંગ ઓફિસર પૃથ્વી પોતાની અંગત જિંદગીની તકલીફોમાઁથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેને મેસેજ મળે છે કે, સમુદ્ર કિનારે એક મોટુ જહાજ વગર કોઈ ક્રુ મેમ્બર આપોઆપ આવી પહોંચ્યું છે. પૃથ્વીનો બોસ આ અજીબોગરીબ શિપની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગે છે. ટીમ હજી તો શિપની અંદર તપાસ કરવા પહોંચે છે, ત્યાં પૃથ્વીને અહીં ડરાવના અનુભવો થવા લાગે છે. 

પરંતુ હવે વાત શિપ સુધી સિમિત નથી, પરંતુ પૃથ્વી ત્યારે બહુ ડરી જાય છે, જ્યારે આ અનુભવો તેને પોતાના ઘરમાં થવા લાગે છે. આ વચ્ચે પૃથ્વીને માહિતી મળે છે કે, સી બર્ડ નામનું જહાજ લાંબા સમયથી હોન્ટેડ છે. તેના બાદ તેને ભૂતિયા જહાજ કહેવામાં આવ્યું. પૃથ્વીને તપાસ કરતા અનેક રહસ્યો તેમાંથી ખૂલે છે. આ દરમિયાન પૃથ્વીની અંગત જિંદગીનો દુખદ ભાગ સામે આવે છે. આગળ શું થાય છે તે તો ફિલ્મ જોઈને જ માલૂમ પડશે. 

માર્ચ મહિનો આવતા જ LPG ગેસને લઈને સરકાર આપશે મોટા સમાચાર

સ્ક્રીનપ્લે અને ગ્રાફિક્સ
અફસોસ છે કે, મોટું બેનર અને એક પોપ્યુલર સ્ટાર હોવા છતાં ફિલ્મના ડાયરેક્ટર ભાનુ પ્રતાપ સિંહ પોતાની ડેબ્યુ ફિલ્મમાં કંઈ નવુ ન લાવી શક્યા, જે હોરર પ્રેમીઓને પસંદ આવે. કેમ કે, સાઉન્ડ હોય કે ગ્રાફિક્સ, બધુ જ જૂની હોરર ફિલ્મો ને સીરિયલ્સમાં નજર આવી ચૂક્યું છે. સ્ક્રીન પ્લેની વાત કરીએ તો તે બહુ જ સ્લો છે. લોકોને એકવાર ભૂત જોયા બાદ, બીજીવાર જોવા માટે બહુ જ રાહ જોવી પડે છે. જે ફિલ્મને બોરિંગ બનાવે છે.

વિરાટ-અનુષ્કાએ કરોડોની કમાણી કરતી ઈન્સ્યોરન્સ કંપનીમાં કર્યું ઈન્વેસ્ટમેન્ટ

ફિલ્મની વાર્તા અસલી
એવું કહેવામાં આવ્યું છે કે, નિર્દેશક ભાનુ પ્રતાપ સિંહની આ ફિલ્મ એક અસલી કહાની પર આધારિત છે. તેથી આ ફિલ્મ થોડાઘણા અંશે દર્શકોને જકડી રાખી શકે છે. ફિલ્મમાં કેટલાક દ્રશ્યો સારા એવા ડરાવના છે, પરંતુ તેમાં નવીનતાનો અભાવ છે. 

આ છે નબળાઈ
જૂની ભૂતિયા ફિલ્મોની જેમ જ આ  ફિલ્મ ડરાવવાને બદલે ફની લાગે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પર થોડુ વધુ કામ થવાની જરૂર હતી. પરંતુ તેને વધુ સારુ બનાવી શકાયું હોત. ફિલ્મને મજબૂત બનાવવા માટે જે રીતે કમ્પ્યૂટર ગ્રાફિક્સનો ઉપયોગ કરાયો છે, તે બહુ જ નબળુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...