નમસ્તે ટ્રમ્પ : ટ્રમ્પના રોડ શોનો સમય ટૂંકાવી દેવાયો, મોટેરામાં ઉભી કરાઈ ઈમરજન્સી હોસ્પિટલ

હાલ ભારતમાં સૌના આકર્ષણનું કારણ અમદાવાદ શહેર બન્યું છે. ટ્રમ્પ (Donald Trump) ના આગમનને અમદાવાદને દુલ્હનની જેમ સજાવાઈ રહ્યું છે. ટ્રમ્પ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, અને ક્યાંથી નીકળશે, ટ્રમ્પ માટે શું ખાસ આયોજન કરાયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે કે, નરેન્દ્ર મોદી એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રોડ શો કરવાના હતા, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ના રોડ શોના ૨૨ કિલોમીટરના રોડ શોને ટૂંકાવી દેવાયો છે. હવે તેની જગ્યાએ 9 કિલોમીટરનો રોડ શો કરવામાં આવ્યો છે. એરપોર્ટથી સીધા જ ગાંધીનગરના કોટેશ્વર થઈને મોટેરા (Motera Stadium) તરફ રોડ શો યોજાશે. ટ્રમ્પના 9 કિલોમીટરના રોડ શોમાં ચાર કિલોમીટર ગાંધીનગરમાંથી પસાર થશે. 

Updated By: Feb 21, 2020, 02:53 PM IST
નમસ્તે ટ્રમ્પ : ટ્રમ્પના રોડ શોનો સમય ટૂંકાવી દેવાયો, મોટેરામાં ઉભી કરાઈ ઈમરજન્સી હોસ્પિટલ

અમદાવાદ :હાલ ભારતમાં સૌના આકર્ષણનું કારણ અમદાવાદ શહેર બન્યું છે. ટ્રમ્પ (Donald Trump) ના આગમનને અમદાવાદને દુલ્હનની જેમ સજાવાઈ રહ્યું છે. ટ્રમ્પ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, અને ક્યાંથી નીકળશે, ટ્રમ્પ માટે શું ખાસ આયોજન કરાયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે કે, નરેન્દ્ર મોદી એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રોડ શો કરવાના હતા, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ના રોડ શોના ૨૨ કિલોમીટરના રોડ શોને ટૂંકાવી દેવાયો છે. હવે તેની જગ્યાએ 9 કિલોમીટરનો રોડ શો કરવામાં આવ્યો છે. એરપોર્ટથી સીધા જ ગાંધીનગરના કોટેશ્વર થઈને મોટેરા (Motera Stadium) તરફ રોડ શો યોજાશે. ટ્રમ્પના 9 કિલોમીટરના રોડ શોમાં ચાર કિલોમીટર ગાંધીનગરમાંથી પસાર થશે. 

માર્ચ મહિનો આવતા જ LPG ગેસને લઈને સરકાર આપશે મોટા સમાચાર

22 કિમીનો રોડ શો 9 કિમીનો કરાયો 
24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી અમદાવાદ મુલાકાતે આવશે. આ પ્રવાસમાં ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ રહેશે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પની અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત કેન્સલ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ કે, ટ્રમ્પ કપલ તાજમહેલમાં વધુ સમય વિતાવવા માંગતા હોવાથી તેઓ ગાંધી આશ્રમ નહિ જાય. અમદાવાદમાં ટ્રપનો રોડ શો પણ ટૂંકાવવામાં આવ્યો છે. આ રોડ-શો માત્ર 9 કિમીનો જ યોજાશે. અમદાવાદ એરપોર્ટથી બંને મહાનુભાવો સીધા સ્ટેડિયમ જશે. અમદાવાદ એરપોર્ટથી મધર ડેરી, ભાટ ગામ થઈને સ્ટેડિયમનો રસ્તો આ માટે પસંદ કરાયો છે.

નિર્લજ્જતાની હદ પાર થઈ, ભૂજ બાદ સુરતમાં મહિલાઓના કપડા ઉતારાયા 

સ્ટેડિયમમાં હોસ્પિટલ ઉભી કરાઈ
મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમને પગલે ઈમરજન્સી હોસ્પિટલ ઉભી કરાઈ રહી છે. 25 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલ માટે જરૂરી સાધનો મોટેરા ખાતે પહોંચાડવામાં આવ્યા છે. આટલા મોટા સ્ટેડિયમમાં ઉદઘાટન સમયે લાખો લોકોની હાજરી જોવા મળશે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. એએમસીની દબાણ ખાતાની ટ્રકમાં સામાન લાવવામાં આવ્યો છે. તેમજ સ્ટેડિયમ આસપાસ મોટા પ્રમાણમાં ફોગિંગ પણ કરાયું છે. 

2000માં લોકોને લાવવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, અગાઉ ટ્રમ્પના 22 કિમીના રોડ-શોનું આયોજન કરાયું હતું. ટ્રમ્પે પોતે આ રોડ શો માટે બહુ જ ઉત્સાહ દાખવ્યો હતો. ત્યારે હવે 9 કિમીના રોડમાં પણ મોટી સંખ્યામા લોકો ઉમટી પડશે. આ માટે લોકોને લાવવા-લઈ જવા તથા તેમના માટે ફૂડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય જિલ્લાના લોકોને રિંગરોડ મારફતે અમદાવાદ લાવવામાં આવશે. 2 હજાર જેટલી બસ દ્વારા લોકોને ટ્રમ્પની રેલી માટે લાવવામાં આવશે. 

પાકિસ્તાનમાં જઈને બેસ્યા ભારતના વિવાદિત નેતા અને અભિનેતા...

ટ્રમ્પની સુરક્ષા
ગાંધીનગર રેન્જ આઇજી દ્વારા 7 એસ.પી કક્ષાના અધિકારીઓ અને 2000થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે એસઆરપી અને અન્ય સુરક્ષા એજન્સીઓને ચાર કિલોમીટરના રોડ શોની જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 7 SP કક્ષાના અધિકારીઓને તૈનાત રાખવામાં આવશે. આ સાથે જ 2 હજારથી વધુ પોલીસ જવાનો પણ ખડેપગે તૈનાત રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે કરો ક્લિક...