Autopsy Report માં સુશાંતના ગળા પર 'લિગેચર માર્ક' મળ્યા, જાણો શું છે હોય છે આ નિશાનનો અર્થ

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસની તપાસ હવે સીબીઆઇ કરી રહી છે. આ દરમિયાન સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની વધુ એક વાત સામે આવી છે, જેને લઇને પહેલાં જ ઘણા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે.

Autopsy Report માં સુશાંતના ગળા પર 'લિગેચર માર્ક' મળ્યા, જાણો શું છે હોય છે આ નિશાનનો અર્થ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસની તપાસ હવે સીબીઆઇ કરી રહી છે. આ દરમિયાન સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની વધુ એક વાત સામે આવી છે, જેને લઇને પહેલાં જ ઘણા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમાં સુશાંતના ગળા પર ગિલેચર માર્ક હોવાનો ઉલ્લેખ છે. આવો જાણીએ હવે આ લિગેચર માર્ક શું હોય છે? અને પોસ્ટપોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ શું બસ્તાવવામાં આવ્યું છે. 

સુશાંત સિંહ રાજપૂતની ઓટોપ્સી રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના મોતનું કારન ફાંસીથી શ્વાસ રૂધાંતા થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરં આ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના ગળા પર લિગેચર માર્ક હોવાનો ઉલ્લેખ છે. લિગેચર માર્ક જેને સામાન્ય ભાષામાં ઉંડા નિશાન કહે છે. સામાન્ય રીતે આ યૂ શેપ હોય છે, જે બતાવે છે કે ગળા પર કોઇ રસ્સી અથવા તેના જેવી વસ્તુ વચ્ચે કસવામાં આવ્યું છે. 

પોસ્ટમોર્ટ રિપોર્ટમાં ગળા પર નિશાનની સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.
- સુશાંત સિંહ રાજપૂતના બોડી પર જે નિશાન હતા, તે 33 સેન્ટીમીટર લાંબા હતા.
- રસ્તીના નિશાન હડપચીથી 8 સેન્ટીમીટરથી નીચે હતું.
- ગળાની જમણી તરફ નિશાની જાડાઇ 1 સેન્ટીમીટર હતી.
- ગળાની ડાબી તરફ નિશાની જાડાઇન 3.5 સેન્ટીમીટર હતી. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ નિશાન ઉપરાંત સુશાંતના શરીર પર કોઇ ઇજાના નિશાન જોવા મળ્યા નહી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સુશાંતના ગળા અને માથાની આસપાસ કોઇ હાડકું તૂટેલું ન હતું. સુશાંતના પીએમ રિપોર્ટને લઇને ઘણા પ્રકારના સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે તેમાં મોતના સમયનો ઉલ્લેખ નથી. આ ઉપરાંત સુશાંતની લાશનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. 

હવે જ્યારે સીબીઆઇના હાથે સુશાંતના ઓટોપ્સી રિપોર્ટ આવી ગયો છે. તો તપાસ ટીમ પાંચ ડોક્ટરોને પૂછપરછ કરશે, જેમણે સુશાંતનો પોસ્ટમોર્ટમ કર્યો હતો. રિયા ચક્રવર્તી પણ 15 તારીખના રોજ કપૂર હોસ્પિટલના લાશ ગૃહમાં પહોંચી હતી, જ્યારે તેમની પાસે તેમની પરવાનગી ન હતી. એવામાં ડોક્ટરોને એ પણ પૂછવામાં આવશે ઓટોપ્સી રિપોર્ટ આવતાં રિયા 45 મિનિટ સુધી ત્યાં શું કરી રહ્યા હતા. 

રિયા ચક્રવર્તી સુશાંતના સંબંધી નથી, એવામાં પ્રશ્ન હોસ્પિટલ મેનેજમેન્ટ પર પણ ઉઠી રહ્યા છે કે રિયાને હોસ્પિટલની લાશ ગૃહમાં કેવી રીતે પ્રવેશ મળ્યો, જોકે રિયાએ જોડાયેલા લોકોનું કહેવું છે કે રિયા છેલ્લીવાર સુશાંતનો ચહેરો જોવા માંગતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news