બોલીવુડમાં કોરોનાનું ગ્રહણ, અક્ષય કુમાર બાદ Govinda કોરોનાથી સંક્રમિત

આજે સવારે જ્યાં સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સનસની ફેલાઈ ગઈ. હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેતા ગોવિંદા  (Govinda) પણ કોરોનાથી સંક્રમિત થયા છે.   

Updated By: Apr 4, 2021, 04:16 PM IST
બોલીવુડમાં કોરોનાનું ગ્રહણ, અક્ષય કુમાર બાદ Govinda કોરોનાથી સંક્રમિત

નવી દિલ્હીઃ બોલીવુડ પર કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. આજે સવારે જ્યાં સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સનસની ફેલાઈ ગઈ. હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેતા ગોવિંદા  (Govinda) પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તે ઘર પર ક્વોરેન્ટાઇન છે. અભિનેતાએ કહ્યુ કે, તે ડોક્ટરોની નજર હેઠળ છે. રવિવારે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગોવિંદાએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે. 

અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com અનુસાર પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતા ગોવિંદાએ કહ્યુ કે, 'મેં મારો ટેસ્ટ કરાવ્યો અને વાયરસને દૂર રાખવા માટે બધી સાવચેતી રાખી રહ્યો છું. આજે સવારે લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે. ઘરના બાકી સભ્યો નેગેટિવ આવ્યા છે. સુનીતા (પત્ની) થોડા સપ્તાહ પહેલા કોવિડથી સાજા થયા છે.'

લોકોને કરી અપીલ
ગોવિંદાએ આગળ કહ્યુ, હું આ સમયે ઘર પર ક્વોરેન્ટીન છું અને તમામ દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યો છું. હું દરેકને જરૂરી સાવચેતી રાખવાની વિનંતી કરુ છું. મહેરબાની કરીને તમારૂ ધ્યાન રાખો. 

આ પણ વાંચોઃ Shraddha Kapoor એ કરી નવી ફિલ્મની જાહેરાત, શું શ્રીદેવીને આપશે ટક્કર?

અક્ષર પણ થયો સંક્રમિત
સુપરસ્ટાર અક્ષયકુમાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ વાતની જાણકારી તેમણે પોતાના ફેન્સને ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આપી. અક્ષયકુમાર બોલીવુડમાં સૌથી બીઝી કલાકારોમાંથી એક છે. 2020માં કોરોના લોકડાઉન હટ્યા બાદથી તેઓ સતત શૂટિંગ કરી રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મો સમયસર પૂરી કરવામાં લાગ્યા છે.

અક્ષયકુમારે જણાવ્યું કે તેમને કોરોના થયો છે અને હાલ હોમ ક્વોરન્ટિન છે. જરૂરી મેડિકલ મદદ લઈ રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે હું બધાને જણાવવા માંગુ છું કે આજે સવારે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube