Shraddha Kapoor એ કરી નવી ફિલ્મની જાહેરાત, શું શ્રીદેવીને આપશે ટક્કર?

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) એ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અભિનેત્રી જલદી ચાલબાઝ બની લોકોનું દિલ લૂટવા આવી રહી છે. અભિનેત્રીએ શનિવારે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. 

Updated By: Apr 3, 2021, 06:47 PM IST
Shraddha Kapoor એ કરી નવી ફિલ્મની જાહેરાત, શું શ્રીદેવીને આપશે ટક્કર?

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) મંનોરંજન જગતની જાણીતી એક્ટ્રેસ છે. શ્રદ્ધા હંમેશા પોતાની ફિલ્મોથી લોકોને મંનોરંજન કરતી જોવા મળે છે. એક વાર ફરી શ્રદ્ધા આવી રહી છે પોતાની નવી ફિલ્મની સાથે. તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શ્રદ્ધાએ નવી ફિલ્મની જાહેરાત કરી છે. 

શ્રદ્ધાની નવી ફિલ્મની જાહેરાત
શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) જલદી ચાલબાજ બની લોકોનું દિલ લૂટવા આવી રહી છે. અભિનેત્રીએ શનિવારે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. શ્રદ્ધાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું- 'ચાલબાઝ ઇન લંડન (CHAALBAAZ in London), તે માટે ખુબ આતૂર છું. પંકજ પરાશન (Pankuj Parashar) એ ડાયરેક્ટ કરી છે. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, અહમદ ખાન, અને શાયરા ખાને કરી છે પ્રોડ્યૂસ.'

1989ની ચાલબાજની રીમેક
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 1989મા આવેલી 'ચાલબાઝ'ની રીમેક છે. આ ફિલ્મમાં શ્રીદેવી (Sridevi) એ મહત્વની ભૂમિકામાં હતા અને તેમણે જૂડવા બહેન અંજૂ અને મંજૂની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં શ્રીવેદી સિવાય રજનીકાંત અને સની દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પોતાના જમાનાની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. એટલું જ નહીં આ ફિલ્મ માટે શ્રીદેવીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. 

આ પણ વાંચોઃ 50 રૂપિયામાં કામની શરૂઆત કરનાર એક્ટર જેઠાલાલના અભિનયથી બન્યો કરોડપતિ

પંકજ પરાશન કરી રહ્યા છે ડાયરેક્ટ
વાત કરીએ ચાલબાઝ ઇન લંડન (CHAALBAAZ in London) ફિલ્મ માટે શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સિવાય કોઈ અન્ય એક્ટરના નામની જાહેરાત થઈ નથી. મહત્વનું છે કે 1989મા આવેલી ચાલબાજે પંકજ પરાશર (Pankuj Parashar) એ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મની રીમેકને પંકજ પરાશન જ ડાયરેક્ટ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube