Box Office પર અંધાધુનની ધમાલ, ચીનમાં કરી છપ્પરફાડ કમાણી

ડિરેક્ટર શ્રીરામ રાઘવનની થ્રિલર ડ્રામા ફિલ્મ અંધાધુને બોલિવૂડમાં ધૂમ મચાવ્યા પછી ચીનની બોક્સઓફિસ પર કરોડો રૂપિયાની છપ્પરફાડ કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આયુષ્યમાન ખુરાના, તબુ અને રાધિકા આપ્ટે અભિનીત આ ફિલ્મ ચીનમાં રિલીઝ થયાના 13 દિવસની અંદર આ કમાણી કરી છે. આ ફિલ્મ ચીનમાં પિયાનો પ્લેયરના નામે 3 એપ્રિલના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. 

Box Office પર અંધાધુનની ધમાલ, ચીનમાં કરી છપ્પરફાડ કમાણી

નવી દિલ્હી : ડિરેક્ટર શ્રીરામ રાઘવનની થ્રિલર ડ્રામા ફિલ્મ અંધાધુને બોલિવૂડમાં ધૂમ મચાવ્યા પછી ચીનની બોક્સઓફિસ પર 200 કરોડ રૂપિયાની છપ્પરફાડ કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આયુષ્યમાન ખુરાના, તબુ અને રાધિકા આપ્ટે અભિનીત આ ફિલ્મ ચીનમાં રિલીઝ થયાના 13 દિવસની અંદર આ કમાણી કરી છે. આ ફિલ્મ ચીનમાં પિયાનો પ્લેયરના નામે 3 એપ્રિલના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. 

નિર્માતાઓએ આપેલી માહિતી પ્રમાણે દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, બજરંગી ભાઈજાન અને હિન્દી મીડિયમ પછી 200 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરનારી આ પાંચમી ફિ્લ્મ છે. આ મામલે શ્રીરામ રાઘવને એક નિવેદન આપતા કહ્યું છે કે અમને અહેસાસ નહોતો કે એક નાના પ્રયોગ તરીકે બનાવેલી આ ફિલ્મ આટલી લાંબી મજલ કાપશે. 

— taran adarsh (@taran_adarsh) 15 April 2019

2018ના ઓક્ટોબર મહિનામાં રિલીઝ થયેલી શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બ્લેક હ્યુમરથી ભરપૂર હતી. આયુષમાન આ ફિલ્મમાં અંધ પિયાનો પ્લેયરનો રોલ કરે છે જે એક ક્રાઈમમાં પકડાય છે અને પછી તેની જિંદગી ઊલટસૂલટ થાય છે. તબુ અહીં કાવતરા ઘડતી અને ઠંડા કલેજે મર્ડર કરતી મહિલા છે અને તે અદભુત છે! આઇએમડીબી પર 2018ની ફિલ્મોમાં ‘અંધાધુન’ને સૌથી વધુ રેટિંગ મળ્યું છે. ભારતમાં ફિલ્મે 111 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news