દીપિકા-રણબીરે સાથે મળીને લીધો એવો નિર્ણય કે ઉડી ગઈ છે પતિ રણવીરની નિંદર

દીપિકા અને રણવીરની ગણતરી બોલિવૂડના હેપનિંગ નવદંપતિ તરીકે થાય છે

દીપિકા-રણબીરે સાથે મળીને લીધો એવો નિર્ણય કે ઉડી ગઈ છે પતિ રણવીરની નિંદર

મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી રણવીર સિંહ સાથેના લગ્નને કારણે ચર્ચામાં રહેલી એક્ટ્રેસ દીપિકા પાદુકોણે હાલમાં એક હિંમતભર્યો નિર્ણય લીધો છે. હવે દીપિકાએ પોતાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે દીપિકા અને રણબીર બહુ જલ્દી એક બ્રેન્ડના શૂટિંગમાં જોવા મળશે. આ બંને કઈ એડ માટે શૂટિંગ કરશે એની માહિતી નથી મળી પણ આ બંને સ્ક્રીન શેયર કરશે એ નક્કી છે. 

દીપિકા અને રણબીરની જોડી બચના એ હસીનો, યે જવાની હૈ દીવાની તેમજ તમાશા જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ બંનેની જોડી જ્યારે પડદા પર આવી છે ત્યારે તેમને લોકોએ બહુ પસંદ કરી છે. રણવીર સાથે લગ્ન પહેલાં દીપિકા તેમજ રણબીરે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. દીપિકા આ રિલેશનશીપ માટે સિરિયસ હતી પણ આમ છતાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે હવે બંને એકબીજાના સારા મિત્રો છે. 

ચર્ચા છે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ બહુ જલ્દી મોટા પડદા પર પણ સાથે દેખાઈ શકે છે. આ ફિલ્મને લવ રંજન ડિરેક્ટ કરશે તેમજ  એને 2020માં ક્રિસમસ વખતે રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news