'બિગ બોસ 12'માં જીતેલા 30 લાખ રૂ. દીપિકા ખર્ચી નાખશે સાસુ પાછળ ! મગજમાં પણ ન આવે એવો છે પ્લાન

દીપિકા કક્કડે બિગ બોસ સિઝન 12માં ઇનામમાં લાખો રૂપિયાની રકમ મળી છે

'બિગ બોસ 12'માં જીતેલા 30 લાખ રૂ. દીપિકા ખર્ચી નાખશે સાસુ પાછળ ! મગજમાં પણ ન આવે એવો છે પ્લાન

મુંબઈ : ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ-ઈબ્રાહિમે કલર્સ ટીવી ચેનલ પરના રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ સીઝન 12’ની વિજેતા ટ્રોફી જીતી લીધી છે. શોનાં સંચાલક અને બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ગ્રેન્ડ ફિનાલે એપિસોડમાં શોનાં વિનર તરીકે દીપિકાનું નામ જાહેર કર્યું હતું. 105 દિવસ પહેલાં શો શરૂ થયો હતો ત્યારે 20 સ્પર્ધકો હાઉસમાં દાખલ થયાં હતાં. છેલ્લે, બિગ બોસ હાઉસમાં માત્ર બે જ સ્પર્ધક રહ્યાં હતાં, દીપિકા અને એસ. શ્રીસંત. આખરે દીપિકાએ બાજી મારી લીધી હતી. આ શોમાં જીત મેળવ્યા પછી દીપિકાને ટ્રોફી સાથે 30 લાખ રૂપિયા મળ્યા છે. જોકે આ રકમના વપરાશ મામલે મોટું નિવેદન આવ્યું છે. 

સ્પોર્ટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં દીપિકા કક્કડે કહ્યું છે કે તે 30 લાખ રૂપિયાની પ્રાઇઝ મનીથી પોતાની સાસુ માટે નવું ઘર ખરીદશે. ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું છે કે હું શોએબની અમ્મી માટે ઘર લેવા ઇચ્છું છું. મારું સૌથી પહેલું કામ સારા ઘરની શોધ છે. નોંધનીય છે કે દીપિકાના માનેલા ભાઈ શ્રીસંતે બિગ બોસના સભ્યો માટે ન્યૂ યર પાર્ટી રાખી હતી પણ દીપિકા મીડિયા ઇન્ટરવ્યૂમાં વ્યસ્ત હોવાના કારણે ત્યાં જઈ શકી નહોતી. 

બિગ બોસ ફિનાલે બાદ વિનર બનેલી દીપિકા કક્કડે શોમાં માનેલા પોતાના ભાઈ શ્રીસંત માટે એક ઇમોશનલ પોસ્ટ ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં દીપિકાએ લખ્યું કે, મારા માટે ગર્વની વાત છે કે, આપણે બંન્ને ટોપ-2માં પહોંચ્યા. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં મારો સાથ આપવા માટે ભાઈ તમારો આભાર. આપણા વચ્ચે ક્યારેય ઉંચ-નીચ ન થઈ પરંતુ આપણે બંન્ને હંમેશા એકબીજાની સાથે ઉભા રહ્યાં અને આ આપણી શક્તિ રહી. હું હંમેશા તારી બહેન રહીશ. શોના પ્રથમ રનર અપ રહેલા શ્રીસંતે ફિનાલેમાં કહ્યું હતું કે, હું મારી જાતને સન્માનિત અને ભાગ્યશાળી માની રહ્યો છું કે, લોકોને પ્રેમ મને મળ્યો. મારા પ્રશંસકો મારા સારા અને ખરાબ સમયમાં મારૂ સમર્થન કરતા રહ્યાં છે. આ શોએ ઘણું બધું આપ્યું છે, પરંતુ હું તેની ક્રિકેટ સાથે તુલના ન કરી શકું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news