શું કામ જોવી જોઈએ શાહરૂખ ખાનની 'ZERO' ? જાણો પાંચ પોઇન્ટમાં

ડિરેક્ટર આનંદ એલ. રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ જોવા મળી રહ્યા છે

શું કામ જોવી જોઈએ શાહરૂખ ખાનની 'ZERO' ? જાણો પાંચ પોઇન્ટમાં

નવી દિલ્હી : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની લેટેસ્ટ ફિલ્મ 'ઝીરો' રિલીઝ થઈ ગઈ છે. ડિરેક્ટર આનંદ એલ. રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ જોવા મળી રહ્યા છે. હવે તો તમે આ ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા હોત આ ફિલ્મ શું કામ જોવી જોઈએ એ માટે પાંચ કારણ નીચે પ્રમાણે છે. 

1. શાહરૂખ, કેટરિના અને અનુષ્કાની જોડી 
ફિલ્મ 'જબ તક હૈ જાન' પછી ફરીવાર આ ત્રણેય કલાકારો 'ઝીરો'માં સાથે દેખાઈ રહ્યા છે. આ પહેલાં પણ દર્શકો આ ત્રણ સ્ટાર્સની ત્રિપુટીને પસંદ કરી ચૂક્યા છે અને તેમની ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ ચૂકી છે. આ સંજોગોમાં તેમને ફરીથી થિયેટરના પડદે જોવાનું રસપ્રદ સાબિત થશે. 

2. પહેલીવાર અલગ અંદાજમાં શાહરૂખ
પોતાની કરિયરમાં શાહરૂખ ખાન પહેલીવાર વામન કદની વ્યક્તિનો રોલ ભજવી રહ્યો છે અને તેના આ લુકને જોવાનું રસપ્રદ સાબિત થશે. આ ફિલ્મમાં તે બઉઆ નામના છોકરાનો રોલ ભજવી રહ્યો છે. જાણકારોના મતે 'Zero' એ શાહરૂખના જીવનની સૌથી મોટી ફિલ્મ હશે. 

3. કેટરિનાનું મેકઓવર
આ ફિલ્મમાં કેટરિના અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. કેટરિના આ ફિલ્મમાં પોપસ્ટાર બબિતા કુમારીનો રોલ કરી રહી છે જેની પાછળ શાહરુખ પાગલ છે. આ ફિલ્મમાં કેટરિનાનું મેકઓવર જોવાનું રસપ્રદ સાબિત થશે. 

4. ફિલ્મના ડાયલોગ્સ
'38 की उम्र में जो लोग कुंवारे घूमते हैं... उन्हें बारिश से डर नहीं लगता....' જેવા અનેક જબરદસ્ત ડાયલોગ્સ ફિલ્મમાં છે જે દર્શકોને સાંભળવાની મજા પડશે.

5. સલમાનની એન્ટ્રી
આજકાલ સલમાન ખાન અને શાહરૂખ ખાનની મિત્રતાની ચારે તરફ ચર્ચા છે. બંને એકબીજાની ફિલ્મોમાં કામ કરે છે. શાહરૂખની આ ફિલ્મમાં પણ સલમાન જોવા મળી રહ્યો છે. તે ફિલ્મના એક ગીત 'ઇશ્કબાજી'માં શાહરૂખ સાથે જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news