‘ગદર’ના એક સીનને યાદ કરીને આજે પણ ડાયરેક્ટરના રુંવાડા ઉભા થઈ જાય છે

ફિલ્મકાર અનિલ શર્મા (Anil Sharma) ના ડાયરેક્શનમા બનેલી ફિલ્મ ગદર એક પ્રેમકથા (Gadar Ek Prem Katha) ની રિલીઝને મંગળવારે 20 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મમાં સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel) ની લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ દર્શકોના દિલ પર ઉતરી હતી.

Updated By: Jun 15, 2021, 08:14 PM IST
‘ગદર’ના એક સીનને યાદ કરીને આજે પણ ડાયરેક્ટરના રુંવાડા ઉભા થઈ જાય છે

ઝી મીડિયા/બ્યૂરો :ફિલ્મકાર અનિલ શર્મા (Anil Sharma) ના ડાયરેક્શનમા બનેલી ફિલ્મ ગદર એક પ્રેમકથા (Gadar Ek Prem Katha) ની રિલીઝને મંગળવારે 20 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મમાં સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel) ની લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ દર્શકોના દિલ પર ઉતરી હતી.

આજે પણ હિટ છે ફિલ્મ
હવે ફિલ્મની રિલીઝના 20 વર્ષ બાદ નિર્માતાને લાગે છે કે, સની દેઓલ સ્ટારર આ ફિલ્મ આજના સમયમા રિલીઝ થઈ હોય તો સિનેમાગૃહોમા જ રિલીઝ થઈ હોત. તે ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારેય રિલીઝ ન કરાત. તેમણે કહ્યું કે, ગદર આજે રિલીઝ થાત તો બોક્સ ઓફિસ પર હિટ થઈ હોત. 

ફિલ્મકારને યાદ આવ્યો એક્શન સીન
આ ફિલ્મમાં ટ્રેનની છત પર ક્લાઈમેક્સ એક્શન સીન શુટ કરવાની ચેલેન્જ હતી. તેને યાદ કરીને ડાયરેક્ટર કહે છે કે, આ એક ચેલેન્જિંગ દ્રષ્ય હતું. જ્યાં સની દેઓલને મારા દીકરી ઉત્કર્ષ (જેણે ફિલ્મમાં સની દેઓલના દીકરા જીતની ભૂમિકા ભજવી હતી) ને પોતાના ખભા પર ઉપાડીને લઈ જવાનો હતો. અને અમીષા પટેલને પણ ટ્રેનની છત પરથી દોડવાનું હતું.  

આજે પણ રુંવાડા ઉભા થઈ જાય છે
અનિલ શર્માએ જણાવ્યું કે, એ સીનને યાદ કરીને મારા આજે પણ રુંવાડા ઉભા થઈ જાય છે. તેઓને એક ડબ્બાથી બીજા ડબ્બામાં દોડવાનું હતું. ટ્રેનની ગતિ તેજ હતી. જ્યારે હું એ દ્રશ્યને યાદ કરું છું, ત્યારે હું ચિંતિત બની જાઉ છું અને મારા રુંવાડા ઉભા થઈ જાય છે. 

શર્માએ ઝી સ્ટુડિયોના પ્રોડક્શન વિશે કહ્યું કે, આ મારી ફિલ્મ નથી, પરંતુ તમામની ફિલ્મ છે. જેણે પણ આ ફિલમ જોઈ તેની આ ફિલ્મ છે. આ ફિલ્મના 20 વર્ષ પૂરા થવા પર હું બહુ જ ખુશ છું.