'છેલ્લા દિવસ'નો વિકીડો અચાનક બોડી બિલ્ડિંગ પાછળ કેમ થયો દિવાનો? જાણો આગળ શું કરવાનો છે આ ગુજ્જુ હીરો
ગુજરાતી સિનેમાના લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકરની અપકમિંગ ગુજરાતી ફિલ્મો 'સારાભાઈ', 'વિકીડાનો વરઘોડો', 'લોચા લાપસી' વગેરે છે.
શું છે મલ્હારના અપકમિંગ પ્રોજેક્ટ્સ?
લાખો લોકો છે આ ગુજ્જુ એક્ટરના દિવાના
અભિનયથી દર્શકોના દિલો પર છોડી છે છાપ
Trending Photos
નવી દિલ્લીઃ ગુજરાતી સિનેમામાં હવે ઘણાં સારા કલાકરો આવી રહ્યાં છે. અને ઘણી સારી ફિલ્મો બની રહી છે. એવા જ હીરોમાં નો એક છે મલ્હાર ઠાકર. મલ્હારને અત્યારે લોકો ખુબ પસંદ કરે છે. ત્યારે હવે આ અભિનેતાએ અચાનક જીમમાં પરસેવો પાડવાનું શરૂ કર્યું છે. તેને કેમ બોડી બિલ્ડિંગ કરવાનું સુરાતન ચઢ્યું છે તે જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
તેણે પોતાની એક્ટિંગથી ઢોલીવૂડમાં એક અલગ જ જગ્યા બનાવી જ છે અને હવે તે પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપી રહ્યો છે. મલ્હારે હાલમાં જ જીમમાં કસરત કરતો એક વીડિયો શેર કર્યો છે. મલ્હાર કસરતની સાથે સાથે પોતાની ડાયટ પર પણ ખૂબ ધ્યાન આપી રહ્યો છે. મલ્હારે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે તેના ફેન્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. તેના ફેન્સ આ વીડિયો પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તો પહેલા જોઇ લો આ વીડિયો
ગુજરાતી સિનેમાના લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકરની અપકમિંગ ગુજરાતી ફિલ્મો ‘સારાભાઈ’, ‘વિકીડાનો વરઘોડો’, ‘લોચા લાપસી’ વગેરે છે. આ સિવાય તે ફિલ્મમેકર સંદીપ પટેલ, વિરલ શાહની આગામી ફિલ્મમાં જોવા મળશે. મલ્હારે હાલમાં યુવા ડિરેક્ટર હેનિલ ગાંધીની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું કે જેમાં જયેશ મોરે, રાગી જાની જેવા એક્ટર્સ પણ મહત્વના રોલમાં જોવા મળશે.
મલ્હાર ઠાકરે ગુજરાતી સિનેમામાં ‘છેલ્લો દિવસ’ નામની અર્બન ગુજરાતી ફિલ્મ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ મલ્હાર ઠાકરે ‘સાહેબ’, ‘શરતો લાગુ’, ‘પાસપોર્ટ’, ‘લવની ભવાઈ’ અને ‘ગોળકેરી’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર આગામી સમયમાં ‘વિકીડાનો વરઘોડો’, ‘કેસરિયો’ સહિતની ગુજરાતી ફિલ્મ્સમાં જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે