સ્ટાર્સને Trolling થી પડતો નથી ફરક, મેટ ગાલામાં જવા માટે ખર્ચ કરે છે કરોડો
મેટ ગાલા દર વર્ષે થનાર દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેંટ છે. જ્યાં દરેક ખૂણેથી આર્ટિસ્ટ ભેગા થાય છે. આ ફેશન ઇવેન્ટને એક થીમ અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે જેને સેલેબ્સને ફોલો કરવા પડે છે. આ વર્ષે પણ મેટ ગાલામાં 'કેમ્પ": નોટ્સ ઓન ફેશન' નામની થીમ રાખવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: મેટ ગાલા દર વર્ષે થનાર દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેંટ છે. જ્યાં દરેક ખૂણેથી આર્ટિસ્ટ ભેગા થાય છે. આ ફેશન ઇવેન્ટને એક થીમ અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે જેને સેલેબ્સને ફોલો કરવા પડે છે. આ વર્ષે પણ મેટ ગાલામાં 'કેમ્પ": નોટ્સ ઓન ફેશન' નામની થીમ રાખવામાં આવી હતી. આ થીમને ફોલો કરતાં બોલીવુડથી માંડીને હોલીવુડ સુધી સેલિબ્રેટીઝે ખૂબ નાટક કર્યા. જેમ કે પ્રિયંકા ચોપડાનો મેટ ગાલા લુક સામે આવ્યો તેમને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. પ્રિયંકા ઉપરાંત સેરેના વિલિયમ્સ, બી કાર્ડી જેવા ઘણા સેલેબ્સને લોકોએ ખૂબ ટ્રોલ કર્યા, પરંતુ શું તમને લાગે છે કે ટ્રોલિંગથી કોઇ સેલિબ્રેટીને કોઇ ફરક પડે છે?
46 વર્ષ પહેલાં 1973માં શરૂ થયેલા મેટ ગાલા ઇવેંટ પહેલાં ગેસ્ટને આ ઇવેંટમાં એંટ્રી લેવા માટે 50 USD ચૂકવવા પડે છે જે ભારતીય કરન્સીમાં 3,467 રૂપિયા થયા. ફોર્ચ્યૂનમાં છપાયેલા સમાચાર અનુસાર હવે મેટ ગાલાની એંટ્રી ફી લગભગ 30 હજાર યૂએસડી છે, ભારતીય કરન્સીમાં તેની કિંમત 20 લાખ 79 હજાર 525 રૂપિયા છે. આ ઉપરાંત ત્યાં ટેબલની કોસ્ટ કાઢવામાં આવે તો લગભગ 275,000 USD એટલે કે 1,90,62,312 રૂપિયાની ભારે ભરખમ રકમ ખર્ચ કરવી પડે છે.
તમને જણાવી દઇએ કે વેબસાઇટના અનુસાર જો શોમાં આવનાર સેલેબ્સના ડિઝાઇનર કપડાં, જ્વેલરી અને બૂટની કોસ્ટ કાઢવામાં આવે તો 35,000 USD (Rs 24,26,112)ની આસપાસનો આંકડાને અડકી જાય છે. આ એક આંકડો છે જોકે વધી જાય છે. વર્ષ 2017માં મેટ ગાલાએ12 million USD એટલે કે 83,20,20,000 રૂપિયા ભેગા કર્યા હતા. એટલું જ નહી ફક્ત સેલિબ્રિટી જ આ શોમાં પૈસા ખર્ચ કરતા નથી પરંતુ તેમને મોંઘા કપડાં અને જ્વેલરી પહેરાવવા માટે મિલિયન ડોલર પણ આપવામાં આવે છે.
આ વર્ષની માફક આ વર્ષે પણ મેટ ગાલામાં ઘણા સ્ટર્નિંગ સેલેબ્સ લાઇમલાઇટમાં આવ્યા તો પ્રિયંકા ચોપદાની માફકથી ઘણા બીજા સેલેબ્સને ટ્રોલ પણ થવું પડ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે