''સુપર 30''ના શૂટિંગ દરમિયાન ઋત્વિક રોશન આ રીતે કરતા હતા ટાઇમ પાસ!

 અભિનેતા ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ ''સુપર 30'' સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં અભિનેતા એક શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે જે 30 હોશિયાર બાળકોને આઇઆઇટીની એન્ટ્રસ એક્ઝામ માટે તૈયાર કરે છે. ઋત્વિક રોશન ફક્ત ફિલ્મમાં જ બાળકો સાથે સમય વિતાવતા નથી પરંતુ શૂટિંગ દરમિયાન પણ અભિનેતા પોતાની ફ્રી ટાઇમમાં બાળકો સાથે ગેમ રમીને સમય પસાર કરે છે. 

Updated By: Mar 27, 2019, 04:52 PM IST
''સુપર 30''ના શૂટિંગ દરમિયાન ઋત્વિક રોશન આ રીતે કરતા હતા ટાઇમ પાસ!

મુંબઇ: અભિનેતા ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ ''સુપર 30'' સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં અભિનેતા એક શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે જે 30 હોશિયાર બાળકોને આઇઆઇટીની એન્ટ્રસ એક્ઝામ માટે તૈયાર કરે છે. ઋત્વિક રોશન ફક્ત ફિલ્મમાં જ બાળકો સાથે સમય વિતાવતા નથી પરંતુ શૂટિંગ દરમિયાન પણ અભિનેતા પોતાની ફ્રી ટાઇમમાં બાળકો સાથે ગેમ રમીને સમય પસાર કરે છે. 

ઋત્વિક રોશન બાળકોને કોયડા આપે છે અને સાથે જ બાળકોને અલગ-અલગ ગ્રુપમાં વહેંચીને તેમને ટાસ્ક પુરો કરવા આપે છે. તે દરરોજ એક અલગ ગેમ બાળકો માટે પ્લાન કરે છે. ઋત્વિક અને બાળકોની બોન્ડિંગ ફ્ક્ત ઓન સ્ક્રીન જ નહી પરંતુ ઓફ સ્ક્રીન પણ લાજવાબ હતી.

ઋત્વિક પોતાની આગામી ફિલ્મ ''સુપર 30''માં વધુ એક દમદાર ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ફિલ્મમાંથી રિલીઝ થયેલા તેમના લુકને દર્શકોને રિલીઝ પ્રત્યે આતુર કરી દીધા છે. સુપર 30 ઋત્વિક રોશન પટનામાં સ્થિત શિક્ષકની ભૂમિકા ભજવતાં જોવા મળશે જે 30 હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા બાળકોને ઓછા પૈસામાં આઇઆઇટીની પ્રવેશ પરીક્ષા આઇઆઇટી-જેઇઇ માટે તૈયાર કરે છે. 

મૃણાલ ઠાકુર, અમિત સાધ અને નંદીશ સંદૂની સહ-ભૂમિકા સાથે સુપર 30 માં ઋત્વિક રોશન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઋત્વિક રોશન અભિનીત આ ફિલ્મ 26 જુલાઇ, 2019ના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.