ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહ્યો છે કપિલ, એક્સ ગર્લફ્રેન્ડના ટેટૂ પર આપ્યો આ જવાબ

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે તેનું સ્વાસ્થ્ય ખરાબ છે અને તેના કારણે તે વધુ દવાઓ ખાય છે. તે પણ જાણવા મળ્યું હતું કે કપિલ શર્મા ખૂબ ડિપ્રેશનમાં છે. 

 ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહ્યો છે કપિલ, એક્સ ગર્લફ્રેન્ડના ટેટૂ પર આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કપિલ શર્મા તમામ નેગેટિવ સમાચારોને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા માહિતી આવી કે તેનું સ્વાસ્થ્ય ખરાબ છે અને તેના કારણે તેને વધુ દવાઓ ખાવી પડે છે. તે પણ સમાચાર આવ્યા કે કપિલ ખુબ ડિપ્રેશનમાં છે. 

હાલમાં કોમેડી નાઇટ વિથ કપિલમાં કપિલ શર્માની સાથે કામ કરી ચૂકેલા અલી અસગરે પણ કહ્યું હતું કે કપિલ શર્મા ડિપ્રેશનમાં છે અને તેના હાથ પર પ્રીતિ સિમોસનું નામ ચિતરાવેલું છે. પરંતુ આ મામલા પર કપિલ શર્માના સ્પોક્સપર્સને જવાબ આપ્યો છે. 

હિન્દુસ્તાન ટાઇમ્સે કપિલ શર્માના સત્તાવાર પ્રવક્તાના હવાલાથી જણાવ્યું કે, કપિલ આ સમયે તેની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે ટ્રેવેલિંગ કરી રહ્યો છે. કપિલ શર્માના પ્રવક્તાએ તમામ ખબરોને પાયાવિહોણી જણાવી જેમાં કહેવામાં આવ્યું કે, કપિલે પોતાના હાથ પર પૂર્વ ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોસના નામનું ટેટૂ બનાવ્યું છે. 

મહત્વનું છે કે હાલમાં અલી અસગરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કપિલને મળતા તેની ઓફિસ પહોંચ્યો તો તે મને જોઈને કંઈ બોલી ન શક્યો અને રડવા લાગ્યો. તે જણાતું હતું કે તે અમને બદાને મિસ કરી રહ્યો છે. ખાસ કરીને તે પ્રીતિને સૌથી વધુ મિસ કરી રહ્યો છે. અસગર અલીએ તે પણ કહ્યું કે, કપિલના હાથમાં પ્રિતીનું ટેટૂ છે. 

હાલમાં કપિલ શર્માનો શો ફેમેલી ટાઇમ વિથ કપિલ શર્મા શરૂ થયો હતો પરંતુ કપિલના ખરાબ સ્વાસ્થ્યને કારણે ચેનલે શો એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. કેટલાક રિપોર્ટસમાં આવ્યું કે, કપિલ શર્માના વારંવાર શૂટને કેન્સલ કરવાને કારણે શો બંધ કરી દેવામાં આવ્યો છે. 

હાલમાં એક પત્રકાર સાથે કપિલનો ગાળો બોલતો ઓડીયો વાયરલ થયો હતો તેના કારણે કપિલ વિવાદમાં છે. કપિલ હાલમાં ખાનગી અને પ્રોફેશનલ બંન્ને લાઈફને લઈને ચર્ચામાં છે પરંતુ ફેન્સે આશા છોડી નથી અને તે કપિલની શાનદાર વાપસીની રાહ જોઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news