આ એક્ટર માટે 'કંઈ પણ' કરવા તૈયાર છે શ્રીદેવીની ખૂબસુરત દીકરી

જ્હાન્વી કપૂરે એક ઇન્ટરવ્યૂમાં પોતાની અંગત વાત કરી છે

આ એક્ટર માટે 'કંઈ પણ' કરવા તૈયાર છે શ્રીદેવીની ખૂબસુરત દીકરી

મુંબઈ : બોલિવુડમાં ડેબ્યૂ ફિલ્મ રિલીઝ થતાં પહેલા શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. વોગ મેગેઝિન માટે કરાયેલા આ ફોટોશૂટમાં જ્હાન્વી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. વોગના જૂન 2018ના એડિશનમાં જ્હાન્વીને સ્થાન આપવામાં આવ્યું છે. તસવીર જોઈને અહેસાસ થાય છે કે જ્હાન્વીમાં એ આત્મવિશ્વાસ આવી ગયો છે જે તેની મા શ્રીદેવીમાં હતો. જ્હાન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. 

હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જ્હાન્વીએ પોતાની પસંદગી વિશે વાત કરતા કહ્યું છે કે તે રાજકુમાર રાવ પર ફિદા છે અને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવા કંઈ પણ કરવા તૈયાર છે. જ્હાન્વીએ પોતાની પસંદગી વિશે જણાવતા કહ્યું છે કે મને રાજકુમાર રાવ, ધનુષ તેમજ નવાઝિદ્દીન સિદ્દીકી બહુ પસંદ છે. તેઓ  બહુ એક્સપ્રેસિવ છે. રાજકુમાર રાવ મારી નોંધ લે એટલે હું તેની દરેક તસવીર પર કમેન્ટ કરું છું અને માત્ર તેની સાથે જ મેં સેલ્ફી ક્લિક કરી છે. 

RAJKUMAR_RAOશ્રીદેવીના અવસાન પછી બોની કપૂરના બાળકો અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂર જાહ્નવી કપૂર અને ખુશીની એકદમ નજીક જોવા મળ્યાં હતાં. અનેકવાર અર્જુન કપૂર જાહ્નવી અને ખુશીને પ્રોટેક્ટ કરતો પણ જોવા મળ્યો હતો. જાહ્નવીએ એમ પણ કહ્યું હતું કે કેવી રીતે શ્રીદેવીના અવસાન પછી કપૂર ફેમિલીના સભ્યો એકબીજાની ખૂબ જ નજીક આવ્યાં છે. નોંધનીય છે કે આ બાબત તેના પિતા બોની કપૂર માટે પણ રાહત આપનારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news