Samsungના આ સુપરહિટ ફોન પર Jio આપી રહ્યું છે 2750નું ડિસ્કાઉન્ટ અને ડબલ ડેટા

તમે પણ જો રિલાયન્સ જિયો યૂઝર છે અને નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો જિયોની તરફથી તમને શાનદાર ઓફર આપવામાં આવી રહ્યું છે

Samsungના આ સુપરહિટ ફોન પર Jio આપી રહ્યું છે 2750નું ડિસ્કાઉન્ટ અને ડબલ ડેટા

નવી દિલ્હી : જો તમે પણ રિલાયન્સ જિયો (Reliance Jio) યુઝર છે અને નવો ફોન લેવાનું પ્લાન કરી રહ્યા છો તો જિયો (Jio)ની તરફથી તમને શાનદાર ઓફર આપવામાં આવી રહી છે. રિલાયન્સ જિયોની તરફથી સેમસંગ ગેલેક્સી જે2 2018 (Samsung Galaxy J2 2018) અને સેમસંગ ગેલેક્સી જે 7 ડિયો (Samsung Galaxy J7 Duo)ની ખરીદી પર બંપર ઓફર આપવામાં આવી રહી છે.

આ બંન્નેમાંથી તમે કોઇ પણ સ્માર્ટફોન ખરીદો છો તો જિયો તમને 2750 રૂપિયાનું કેશબેક આપશે સાથે જ 100 જીબી 4જી ડેટા પણ આપશે. કંપની તરફથી મળનાર આ કેશબેક તમને 'MyJio accountમાં ક્રેડિટ થશે. આ ઓફરનો ફાયદો માત્ર રિલાયન્સ જીયોનાં યુઝર નવા સેમસંગ ગેલેક્સી જે2 2018 અથવા સેમસંગ ગેલેક્સી જે7 ડિયોની ખરીદી પર ઉઠી જ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેમસંગે ગેલેક્સી જે2 2018 અને ગેલેક્સી જે7 ડિયોને ભારતીય બજારમાં એપ્રીલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. 
સેમસંગ આ બંન્ને સ્માર્ટફોનમાં સેમસંગ મોલ પહેલાથી જ ઇન્સ્ટોલ છે. ગેલેક્સી જે2ની કિંમત 8190 રૂપિયા છે અને ગેલેક્સી જે7 ડિયોની માર્કેટમાં કિંમત 16990 રૂપિયા છે. 

Samsung Galaxy J2 2018 પર ઓફર
- જિયોની તરફથી 2750 રૂપિયાનું કેશબેક 50-50 રૂપિયાનાં 55 વાઉચર મળશે. 
- 100 જીબી 4જી ડેટાનો લાભ 10-10 જીબીનાં ડેટા વાઉચરમાં લેવું પડશે. 
- ઓફરનો ફાયદો તમે 30 સપ્ટેમ્બર, 2018 સુધી ઉઠાવી શકશો
- આ ઓફર માત્ર 198 અથવા 299 રૂપિયાનાં પ્લાનમાં જ મળશે.

Samsung Galaxy J7 Duo પર ઓફર
- 2750 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક 50-50 રૂપિયાનાં 55 વાઉચરમાં મળશે.
- ઓફરનો ફાયદો તમે 30 સપ્ટેમ્બર 2018 સુધી ઉઠાવી શકો છો
- કેશબેક માટે 198 અથવા 299 રૂપિયાનાં રિચાર્જથી કરવું પડશે. ડબલ ડેટા માટે 198 અથવા તેનાં કરતા વધારેનું રિચાર્જ કરવાનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news